કદાચ તમારો પણ અનુભવ હશે કે બહુ લાંબા સમય પહેલાં, એટલે કે ૧૫-૨૦ વર્ષ પહેલાં તમે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કર્યું હોય તો મોટા ભાગે તમારા કોઈ ‘જાણકાર’ પરિચિતે તેમના કોઈ ઓળખીતા એજન્ટ સાથે તમારો મેળાપ કરાવી આપ્યો હશે અને પછી તેમની મદદથી તમે મ્યુચ્યુઅલ ફંડ કે શેરબજારમાં રોકાણ શરૂ કર્યું હશે.
અત્યારે આપણે પોતાના વ્યક્તિગત નામે એક જ પાનકાર્ડની મદદથી એકથી વધુ ડિમેટ એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ, પરંતુ આપણે રોકાણ કરવાની શરૂઆત કરીએ ત્યારે તેની આંટીઘૂંટીઓની ખબર ન હોય અને ઘણા લોકો તેમના રોજિંદા કામકાજમાં એટલા બધા વ્યસ્ત રહેતા હોય કે તેમનું રોકાણ સંબંધિત કામકાજ આવા ઓળખીતા એજન્ટના ભરોસે ચાલતું રહે.
હવે જો તમે પોતાના રોકાણ પર નિયમિત નજર રાખવા માગતા હો તો હવે એ કામ ઘણું સહેલું બન્યું છે.