‘સાયબરસફર’ના દરેક અંકમાં શક્ય એટલું વિષય વૈવિધ્ય જાળવવાનો હંમેશાં પ્રયાસ થાય છે, પણ આ વખતે દિવાળીની રજાઓને ધ્યાનમાં રાખીને વાત હજી થોડી બદલી છે. આ અંકમાં વિષયો તો ઘણા બધા છે જ, પણ એની રજૂઆત થોડી જુદી છે. લેઆઉટનો ફેરફાર તો ઊડીને આંખે વળગે એવો છે, પણ નવા લેઆઉટ સાથે,...
વોટ્સએપ હવે આપણા સૌના જીવનનો અભિન્ન હિસ્સો છે. એક સમયે એવું કહેવાતું કે મુંબઈની લોકલમાં લોકો અજાણ્યા લોકો સાથે જેટલા ભીંસાતા ઊભા હોય, એટલા નજીક તો જીવનસાથી સાથે પણ ઊભતા નહીં હોય. એવું જ વોટ્સએપનું છે. આપણે આ એપ પર જેટલો સમય પસાર કરીએ છીએ, એટલો કદાચ પરિવારના સભ્યો સાથે...
ધારો કે તમે તમારો ફોન બાજુએ રાખીને કોઈ મહત્ત્વના કામમાં ફોકસ કરી રહ્યા છો. બરાબર એ સમયે તમારા ફોનમાં કોઈ નોટિફિકેશન આવી ટપકે છે. આવી સ્થિતિમાં બે શક્યતા રહે - પહેલી શક્યતા, એ નોટિફિકેશન ખરેખર કોઈ મહત્ત્વના ઇમેઇલનું હોય. બીજી શક્યતા, લાંબા સમયથી તમે ફોનમાં જે ગેમ રમ્યા...
લાંબા સમયથી પાસવર્ડ આપણા જીવનનો એક અણગમતો, અકળાવતો, છતાં અનિવાર્ય હિસ્સો બની ગયા છે. આજની ડિજિટલ દુનિયામાં પાસવર્ડ વિના કોઈને ચાલે નહીં. જોકે પાછલાં થોડાં વર્ષોથી દુનિયા ધીમે ધીમે પાસવર્ડલેસ બનવા લાગી છે. ફિંગરપ્રિન્ટ કે ફેસઆઇડીનો હવે પાસકી તરીકે પણ ઉપયોગ થાય છે અને...
નિષ્ણાતો કહે છે કે રાતના સમયે, અંધારામાં મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કરવાથી જુદા જુદા ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે. યાદશક્તિ : બ્લુ લાઇટની અસરથી આપણને રાત્રિ દરમિયાન ગાઢ ઊંઘનો લાભ મળતો નથી, જેના કારણે ઊંઘ બીજા દિવસ સુધી લંબાય છે અને આખો દિવસ મન અસ્વસ્થ રહે...
કદાચ તમારો પણ અનુભવ હશે કે બહુ લાંબા સમય પહેલાં, એટલે કે ૧૫-૨૦ વર્ષ પહેલાં તમે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કર્યું હોય તો મોટા ભાગે તમારા કોઈ ‘જાણકાર’ પરિચિતે તેમના કોઈ ઓળખીતા એજન્ટ સાથે તમારો મેળાપ કરાવી આપ્યો હશે અને પછી તેમની મદદથી તમે મ્યુચ્યુઅલ ફંડ કે...
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને મેનેજ કરવા માટે આમ તો ઘણાં પ્લેટફોર્મ છે, પરંતુ હવે આખી વાત વધુ સહેલી બની છે. દેશમાં આરટીએ તરીકે કાર્યરત સીએએમએસ અને કેફિન ટેકનોલોજીસ સંસ્થાઓએ સાથે મળીને ‘એમએફ સેન્ટ્રલ’ નામે એક નવું પ્લેટફોર્મ વિકસાવ્યું છે. આ પ્લેટફોર્મ પર માત્ર મ્યુચ્યુઅલ...
આગળ શું વાંચશો? આર્ક બ્રાઉઝર : વધુ એક બ્રાઉઝરની એન્ટ્રી, જે એડ્સ બ્લોક કરે છે! ડ્યુઓલિંગો : નવી ભાષા શીખવાનું સહેલું બનાવતી એપ જ્યોગ્રાફી ક્વિઝ : બાળકોને વિશ્વનો પરિચય કરાવવાની મજાની રીત આર્ક બ્રાઉઝર : વધુ એક બ્રાઉઝરની એન્ટ્રી, જે એડ્સ બ્લોક કરે છે! આજકાલ એક નવા...
‘કાનબાન’ કન્સેપ્ટ હવે જાપાનની ફેક્ટરીમાંથી આપણા ફોનમાં આવી ગયો છે સાવ સાચું કહેજો, તમે કેટલાક વ્યસ્ત રહો છો? તમારી દુઃખતી નસ દબાવવા બદલ માફ કરશો, પણ આપણી વ્યસ્તતાનો સીધો સંબંધ બે વાત સાથે છે - ટાઇમ મેનેજમેન્ટ અને સ્ટ્રેસ. આ બંને બાબતને પણ પાછો ગાઢ સંબંધ છે - ટાઇમ...
માઈક્રોસોફ્ટ ઓફિસના વિવિધ પ્રોગ્રામ્સમાં મથાળે જોવા મળતી રિબન એટલે એ પ્રોગ્રામનું મગજ. એ પ્રોગ્રામમાં આપણાં ડોક્યુમેન્ટમાં આપણે કોઈ પણ ફેરફાર કરવા હોય તો એ આ રિબનમાં જોવા મળતા વિવિધ કમાન્ડ્સની મદદથી એકદમ સહેલાઇથી કરી શકાય. માઇક્રોસોફ્ટ કંપનીએ તેના ઓફિસ પ્રોગ્રામ્સના...
તમારે કમ્પ્યૂટરના સ્ક્રીન પર દેખાતી વિવિધ બાબતોના સ્ક્રીનશોટ લેવાના થતા હોય તો તમે ‘શેરેક્સ’ (https://getsharex.com/) જેવી ફ્રી અને ઓપનસોર્સ એપ્લિકેશનથી પરિચિત હશો (તેના વિશે આપણે ‘સાયબરસફર’માં અગાઉ વાત કરી ગયા છીએ). આ ઉપરાંત માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં...
એક્સેલમાં કામ કરતી વખતે તમે ખાસ્સું મોટું ડેટા ટેબલ બનાવ્યું હોય તો ક્યારેક સંખ્યાબંધ રો અને ડેટાને કારણે ડેટાને બરાબર સમજવો મુશ્કેલ બની જાય છે. એ ટેબલની પ્રિન્ટ કાઢતી વખતે પણ મોટું ટેબલ મુશ્કેલી સર્જે છે. સદભાગ્યે એકસેલમાં આપણે કોલમ્સ અને રોને આપણી મરજી મુજબ હાઇડ કે...
આજના સમયમાં સ્માર્ટફોનથી ફોટોગ્રાફી અત્યંત સહેલી બની છે, પરંતુ આપણા ડિજિટલ ફોટોઝને સાચવવાની પળોજણ વધી છે! ‘સાયબરસફર’માં આપણે અવારનવાર ગૂગલ ફોટોઝ સર્વિસની વાત કરી છે. ગૂગલને તેની વિઝન ટેક્નોલોજી તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વધુ ધારદાર બનાવવા માટે પાર વગરના...
આજકાલ સાયબર ફ્રોડ બહુ વધી રહ્યા હોય એવું તમને લાગે છે? તદ્દન બનાવટી કૉલ્સ, મેઇલ્સ, મેસેજિસ વગેરેનો આપણા પર થતો મારો હવે વધી ગયો હોય એવું તમને લાગે છે? એ સાથે તમે કદાચ એ પણ નોંધ્યું હશે કે આપણને ફસાવવાના આવા પ્રયાસોમાં, હેકર્સ પાસે આપણી વધુ ને વધુ ચોક્સાઇભરી માહિતી હોય...
પશ્ચિમના દેશો માટે એવું કહેવાય છે કે ત્યાં કોઈ વ્યક્તિ કોઈ બિલ્ડિંગમાં ચાલતી વખતે લપસી પડે, તો એ બિલ્ડિંગના માલિક અને ફર્શનું પોલિશિંગ કરનાર કંપની તો ઠીક, દૂર આકાશમાં કોઈ પ્લેન પસાર થઈ રહ્યું હોય અને એને જોવામાં ભાઈ લપસી પડ્યો હોય, તો એ વિમાન કંપની સામે પણ નુકસાનીનો...