આપણે અવારનવાર વાંચીએ -સાંભળીએ છીએ કે ટેકદુનિયામાં ટોચ પર પહોંચેલા લોકો તેમનાં પોતાનાં બાળકોને ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયાની લત લાગે નહીં એ માટે સભાન રહે છે. ‘સાયબરસફર’ના નવેમ્બર ૨૦૨૦ અંકની એક કવરસ્ટોરીમાં આપણે નેટફ્લિક્સ પરની એક ડોક્યુમેન્ટરી ‘ધ સોશિયલ ડાઇલેમા’ વિશે વિગતે વાત કરી હતી. એમાં આજના સોશિયલ મીડિયાને આકાર આપનારા લોકોએ તેના વ્યસન વિશે મોકળા મને વાત કરી છે (તમે આ ડોક્યુમેન્ટરી જોઈ ન હોય તો અચૂક જોજો).