તમારી સાથે આવું થાય છે? માની લો કે તમે ક્લાયન્ટની ઓફિસે પહોંચ્યા છો અને ત્યાં કોઈ મીટિંગમાં વ્યસ્ત છો, એ દરમિયાન ફોન તમને ડિસ્ટર્બ ન કરે એટલે તમે ફોનમાં ડુ-નોટ ડિસ્ટર્બ ફીચર ઓન કર્યું છે. પછી મીટિંગ પૂરી થઈ ગઈ, તમે પોતાની ઓફિસે પરત જવા માટે નીકળી પડ્યા, પરંતુ ડુ-નોટ ડિસ્ટર્બ ફીચર ડિસેબલ કરવાનું ભૂલી ગયા! પછી પત્નીનો કે નજીકના મિત્રનો તમારા પર કોલ આવે ત્યારે તેની રિંગ ન વાગતાં તમારું એ તરફ ધ્યાન જાય નહીં, પરિણામે ઠપકો ખાવો પડે!