આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દુનિયાના દરેક સજીવ અને તેની સાથે જોડાયેલાં તમામ ક્ષેત્રોમાં પરિવર્તનનો પવન ફૂંકવા તત્પર છે. યંત્રની મનુષ્ય પરના આધિપત્યની ભવિષ્યવાણી સાચી ન ઠરે તથા તેનો યોગ્ય ઉપયોગ થાય તેવું જો ઇચ્છતા હોઈએ તો આ વિષય સાથે જોડાયેલી તમામ બાબતો આપણે જાણવી ખૂબ જરૂરી છે. હાલમાં જ અબુધાબી સ્થિત થ્રીએઆઇ હોલ્ડિંગ લિમિટેડ અને એસએમએલ ઇન્ડિયા દ્વારા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સપોર્ટથી જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ હનુમાન એઆઇ ભારતમાં લોન્ચ થયું છે.