
આ અંકમાં જ, આગળના લેખમાં ઓનલાઇન લેવડદેવડને સલામત બનાવવા નવા પ્રયાસોની વાત કરી, તેમાં આપણે જાણ્યું કે ભારત સરકાર અને ગૃહ મંત્રાલય ઓનલાઇન મની ફ્રોડમાં સંકળાયેલા ફોન નંબર્સ અને અન્ય વિગતોનો એક વિરાટ ડેટાબેઝ તૈયાર કરી રહી છે, જેનો કોઈને કોઈ રીતે આપણને પણ લાભ મળશે.