સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ભારતમાં ગૂગલનો પ્લે સ્ટોર લાંબા સમયથી વિવાદાસ્પદ રહ્યો છે. પોતાના સ્માર્ટફોનમાં જુદી જુદી એપ્સ ડાઉનલોડ કરવા માગતા સરેરાશ યૂઝર્સ માટે પ્લે સ્ટોર વરદાન રૂપ છે. તમામ એન્ડ્રોઇડ ફોનમાં એપ સ્ટોર મોજૂદ હોય છે અને તેના સિવાય અન્ય કોઈ રીતે ફોનમાં એપ ઉમેરી શકાય એવું પણ ઘણા લોકો જાણતા હોતા નથી (સિવાય કે ફેન્ટસી ગેમ કે રિઅલ મની ગેમ્સના યૂઝર્સ, કેમ કે આવી એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ હોતી નથી. તેને જે તે કંપનીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવી પડે છે).