આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નું વાવાઝોડું સતત વિસ્તરી રહ્યું છે. એક તરફ માઇક્રોસોફ્ટ અને ઓપનએઆઇ કંપની અને બીજી તરફ ગૂગલ વચ્ચે આ મામલે મુખ્ય હરીફાઈ છે. એપલ અને સેમસંગ તથા મેટા કંપની પોતપોતાની પ્રોડક્ટ કે સર્વિસમાં એઆઇ મોટા પાયે ઉમેરી રહી છે.
દરમિયાન, હવે એઆઇનું યુદ્ધ નવા લેવલે પહોંચ્યું છે. શરૂઆતમાં ફક્ત ટેક્સ્ટ આધારિત રહેલી ચેટજીપીટી સર્વિસમાં હવે વોઇસ મોડ ઉમેરાયો છે, તેમ ગયા મહિને ગૂગલે પણ તેની જેમિની સર્વિસનું ‘લાઇવ’ વર્ઝન લોન્ચ કર્યું,, એટલે કે તેમાં પણ વોઇસ ચેટિંગ શક્ય બન્યું છે.