ધારો કે તમે તમારો ફોન બાજુએ રાખીને કોઈ મહત્ત્વના કામમાં ફોકસ કરી રહ્યા છો. બરાબર એ સમયે તમારા ફોનમાં કોઈ નોટિફિકેશન આવી ટપકે છે. આવી સ્થિતિમાં જે શક્યતા રહે એ જ નોટિફિકેશન ખરેખર કોઈ મહત્ત્વના ઇમેઇલનું હોય અથવા પછી લાંબા સમયથી તમે ફોનમાં ગેમ રમ્યા ન હો અને એ ગેમ તરફથી ગેમની યાદ અપાવતું નોટિફિકેશન મોકલવામાં આવ્યું હોય.