આધાર આપણા સૌની ઓળખનો એક મજબૂત આધાર હોવા છતાં એના વિશે ગૂંચવણો પણ સતત વધી રહી છે. એક તરફ પાનકાર્ડ, બેન્ક, ટેલિફોન કંપનીઝ, મ્યુચ્યુઅલ ફંડઝ, મોબાઇલ વોલેટ્સ, વીમા કંપનીઓ વગેરે સૌ આપણા ખાતા સાથે પોતાના આધારને લિંક કરવા વારંવાર આપણને જાસા ચિઠ્ઠી મોકલે છે. બીજી તરફ સર્વોચ્ચ અદાલતના આદેશોને પગલે સરકાર આવા વિવિધ ખાતા સાથે આધારકાર્ડ લિંક કરવાની આખરી તારીખમાં વારંવાર ફેરફાર કરી રહી છે.