તમને આડી-ઊભી ચાવીની મદદથી શબ્દકોયડા ઉકેલવા ગમે છે? વાત માત્ર ગુજરાતી શબ્દરમતની નથી, તમને અંગ્રેજી ભાષામાં રસ હોય તો ઇંગ્લિશ ક્રોસવર્ડ પર પણ હાથ અજમાવતા હશો. હજી કોલેજમાં ડગ માંડી રહ્યા હો કે વધુ અભ્યાસ માટે પરદેશ જવાનો વિચાર હોય તો તો અંગ્રેજી શબ્દભંડોળ વધાર્યા વિના છૂટકો જ નથી.