ઇન્ટરનેટને પ્રતાપે હવે ‘નવી’ કહી શકાય એવી બે પ્રકારની ભાષા વિકસી રહી છે. એક, જેમાં પરંપરાગત ભાષાનો દાટ વળી રહ્યો છે! સોશિયલ મીડિયા પર આ પ્રકારની ભાષા વધુ ને વધુ વિકસી રહી છે. નવી પેઢીને ઇન્ટરનેટ પર વિકસેલી આ નવી ભાષામાં જબરી ફાવટ છે. જાતભાતના ટૂંકાક્ષરી શબ્દોથી તેઓ પોતાને જે કહેવું હોય તે ફટાફટ કન્વે કરી શકે છે. જો તમે જૂની પેઢીના હો તો આમાંનું તમને ઘણું ખરું માથેથી જાય! પરંતુ યંગ જનરેશન માટે એક જ વાત મહત્ત્વની વાત છે – વાત કમ્યુનિકેટ થવી જોઈએ, એનબીડી (નો બિગ ડીલ)!