આગલા લેખમાં આપણે ડેસ્કટોપ પબ્લિશિંગ (ડીટીપી)ની દુનિયામાં થયેલા મોટા ફેરફારોની વાત કરી. અત્યાર સુધી કંપનીના લોગો, લીફલેટ, બ્રોશર, ન્યૂઝલેટર વગેરે ડિઝાઇન કરવાનું કામ માત્ર પ્રોફેશનલ્સના હાથમાં હતું, જે ડીટીપી માટે વર્ષો પહેલાં ડિઝાઇન થયેલા સોફ્ટવેરનો ઉપયોગ કરતા રહ્યા છે. આવાં સોફ્ટવેર મોટા ભાગે ડેસ્કટોપ પર ચાલે, ક્લાઉડમાં નહીં અને એ કારણે એક જ ફાઇલ પર એકથી વધુ લોકો કામ કરી શકે નહીં.