વર્ષોથી ઇન્ટરનેટ સર્ફિંગ માટે ગૂગલ ક્રોમ બ્રાઉઝર લોકોનું ફેવરિટ બ્રાઉઝર રહ્યું છે. કદાચ તમે પણ પીસી/લેપટોપ અને સ્માર્ટફોનમાં બ્રાઉઝર તરીકે ક્રોમનો જ ઉપયોગ કરતા હશો.
આમ થવું સ્વાભાવિક પણ છે. આપણી ડિજિટલ લાઇફ માટે ઘણી બધી રીતે આપણે ગૂગલનું શરણું લઈ લીધું છે. સ્માર્ટફોનમાં તો હજી હમણાં સુધી, આપણે નવોનક્કર ફોન ખરીદીએ ત્યારથી તેમાં જે તે ફોન કંપનીના બ્રાઉઝર ઉપરાંત ગૂગલ ક્રોમ બ્રાઉઝર હોય જ તેવી સ્થિતિ હતી (જોકે હવે ટૂંક સમયમાં આ સ્થિતિ બદલાઈ જશે. ભારતમાં વેચાતા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં પહેલેથી માત્ર ગૂગલ પ્લે સ્ટોર એપ ઇન્સ્ટોલ્ડ હશે. બાકીની બધી ગૂગલ એપ્સ આપણે ઇચ્છીએ તો સ્માર્ટફોનમાં ઉમેરી શકીશું).