આ ડાઇરેક્ટ ટેક્નોલોજીનો વિષય નથી, પણ વિદ્યાર્થીઓને બહુ કામ લાગે તેવી વાત છે. એન્જિનીયરિંગ કે બીજી કોઈ પણ વિદ્યાશાખામાં ડિગ્રી મેળવીને કારકિર્દી ઘડવા તરફ આગળ વધી રહેલા સ્ટુડન્ટ પાસેથી ઇન્ડસ્ટ્રીની મુખ્યત્વે ત્રણ અપેક્ષાઓ હોય છે – એક ટેકનિકલ બાબતોની જાણકારી, કમ્યુનિકેશન સ્કિલ્સ અને કોગ્નિટિવ થિંકિંગ.