આપણે પોતાના ફોનમાં મોટી સંખ્યામાં ઉપયોગી કે બિનઉપયોગી, નાની કે અત્યંત હેવી એપ્સ ઇન્સ્ટોલ કરી હોઈ શકે છે. આમાંથી કેટલીક એપ આપણું મોબાઇલ ડેટા કનેકશન વધુ પડતું ખેંચી જાય તો બીજી એપ્સના ઉપયોગ વખતે આપણને ફોનમાં ઇન્ટરનેટ કનેકશન ધીમું પડતું હોય તેવો અનુભવ થઈ શકે છે.