હવે ફોલ્ડેબલ ફોન પોપ્યુલર થવા લાગ્યા છે. આવા ફોનમાં આપણે બે એપ અલગ અલગ સ્ક્રીન પર ઓપન કરીને બંનેમાં કામ કરી શકીએ છીએ. તમારી પાસે ફોલ્ડેબલ ફોન ન હોય તો પણ તમે સ્ક્રીન પર એક બાજુ વોટ્સએપ અને બીજી બાજુ જીમેઇલ જેવી એપ ઓપન કરીને એકમાંની વિગતો તપાસીને બીજામાં કામ કરી શકો છો! ફોનનો તમે ખરેખર સ્માર્ટ ઉપયોગ કરતા હો તો આવી રીતે એક સાથે બે એપ તપાસવી ઘણી વાર જરૂરી બની શકે છે.