યાદ કરો, છેલ્લે તમે તમારી બેન્કની બ્રાન્ચમાં ક્યારે ગયા હતા? હવે એ યાદ કરો કે થોડાં વર્ષ પહેલાં સુધી તમારે બેન્કમાં કેટલીવાર રૂબરૂ ધક્કા ખાવા પડતા હતા?! ભારતમાં બેન્કિંગ સેકટરમાં છેલ્લા થોડા સમયમાં બહુ મોટાં પરિવર્તનો આવ્યાં છે. ભારતમાં બેન્કિગ વ્યવસ્થા મોટા પાયે ડિજિટલ બની રહી છે. અમુક ટોચની બેન્કોએ બેન્કમાં નવું ખાતું ખોલાવવાની આખી પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ બનાવી દીધી છે. એટલે ખાતું ખોલાવવા જેવું પહેલું કદમ પણ બેન્કે ગયા વિના શક્ય બન્યું છે.