આપણો સ્માર્ટફોન હોય કે લેપટોપ આપણે જ્યારે પણ તેમાં બ્રાઉઝરમાં સર્ફિંગ કરી રહ્યા હોઇએ ત્યારે આપણું ધ્યાન ન રહે તેમ ઓપન ટેબ્સની સંખ્યા સતત વધતી જતી હોય છે.
આપણે શરૂઆતમાં કોઈ વેબસાઇટ ઓપન કરીએ તેમાંથી કંઈક બીજું કામનું દેખાય એટલે તેને નવી ટેબમાં ઓપન કરીએ ત્યાંથી વળી ત્રીજી ટેબ ઓપન કરીએ આમ ટેબ્સની સંખ્યા વધતી જાય.
મોટા ભાગે કારણ એવું હોય કે આપણે જે વેબપેજ પર હોઇએ તેમાં ‘બીજું કંઈક કામનું મળશે તો?’ તેવા વિચારે એ વેબપેજના ટેબને બંધ કરવા ન માગીએ. પરિણામે બ્રાઉઝરમાં ઓપન ટેબ્સની સંખ્યા ઘણી બધી વધી જાય.