આપણા ડિજિટલ ફોટોઝના સ્ટોરેજ, મેનેજમેન્ટ અને શેરિંગ માટે ગૂગલની ‘ફોટોઝ’ સર્વિસ સૌથી સારી સર્વિસ છે અને તેના ઉપયોગ વિશે આપણે ‘સાયબરસફર’માં અવારનવાર જાણ્યું છે. આ એપ બધી રીતે મજાની અને સલામત છે પરંતુ ક્યારેક આપણી નજીવી ભૂલને કારણે આપણા ફોટા ખાનગી રહેવાને બદલે સૌ કોઈ માટે ઉપલબ્ધ થઈ જાય એવું બની શકે છે.