શિયાળો નજીક છે એટલે તમારા મનમાં ફરી એક વાર ફિટનેસ પર ફોકસ કરવાના વિચારો આવતા હશે. સવારમાં વહેલા ઊઠીને વોકિંગ કે જોગિંગ કરવાનું તમને મન થતું હોય પરંતુ થોડા સમય પછી ફરી ઠેરના ઠેર થઈ જવાતું હોય તો આ કામનો ઉત્સાહ ટકાવી રાખવા માટે કોઈ મિત્ર કે એપની મદદ લેવા જેવી છે.