આપણે સૌ સ્માર્ટફોનથી વાત કરવા માટે ટેવાયેલા છીએ, પણ સ્માર્ટફોન સાથે વાત કરવાની આપણને ઓછી ટેવ છે! નજીકના ભવિષ્યમાં આપણે આ જ રીતે, આપણાં કામ કરવાની આદત પડવાની છે. અત્યારે ટીવી પર એમેઝોન એલેક્ઝા કે ગૂગલ હોમ જેવા સ્માર્ટ આસિસ્ટન્ટની જાહેરાતો જોઈને, આ ડિવાઇસીઝ એક્ઝેક્ટલી...
અત્યારે આપણે ઇન્ટરનેટ પર ફૂડ ડિલિવરી એપ્સમાં કંઈ પણ ઓર્ડર કરીએ કે અન્ય કોઈ સાઇટ પર શોપિંગ કરીને પોતાના બેન્ક કાર્ડથી પેમેન્ટ કરીએ ત્યારે કાર્ડ નેટવર્ક તરફથી આપણી ઓળખ સાબિત કરવા માટે, એ કાર્ડ માટે આપણા રજિસ્ટર્ડ મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) મોકલવામાં આવે છે....
સિસ્કો નામની એક કંપનીના અહેવાલ અનુસાર આવતાં ત્રણ વર્ષમાં ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા ૯૦.૭ કરોડને આંબી જશે! ભારતની વસતી ૨૦૧૯માં ૧.૩૭ અબજને ઓળંગી ગયાનો અંદાજ છે. વર્ષ ૨૦૧૮ના આંકડા પ્રમાણે ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ૩૯.૮ કરોડ એટલે કે કુલ વસતીના ૨૯...
ગૂગલ કંપની દર વર્ષે એન્ડ્રોઇડનું નવું વર્ઝન લોન્ચ કરતી રહે છે. આ વર્ષે ગૂગલે એન્ડ્રોઇડના ૧૧મા વર્ઝનની જરા વહેલી જાહેરાત કરી છે. સામાન્ય રીતે ગૂગલના ડેવલપર્સની આઇઓ ઇવેન્ટમાં તેની જાહેરાત થતી હોય છે પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ તેની જાહેરાત થઈ ગઈ છે અને ડેવલપર્સ માટે...
ગૂગલે વર્ષ ૨૦૧૮થી ભારતમાં રેલવે સ્ટેશન્સ પર ફ્રી વાઇ-ફાઇ આપવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. એ પછી ૪૦૦ જેટલાં સ્ટેશન્સ પર આ સર્વિસ ઉપલબ્ધ થઈ ગઈ હતી અને રેલવેમાં મુસાફરી કરતા પ્રવાસીઓ સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઇનો લાભ લઈ શકતા હતા. ગયા મહિને ગૂગલે જાહેરાત કરી છે કે હવે ભારતમાં...
સ્માર્ટફોનમાં બેચાર ક્લિકની મદદથી ઓલા કે ઉબર જેવી કેબ એપ્સ તથા ગૂગલ મેપ્સમાં મુસાફરોની સલામતી માટે એવી સુવિધા છે કે આપણે ટેક્સીમાં બેઠા પછી આપણું લાઇવ લોકેશન પરિવારની અન્ય વ્યક્તિ સાથે શેર કરી શકીએ છીએ. ઓલા કંપનીએ હવે તેની એપમાંના ઇમરજન્સી બટનને પોલીસ સાથે કનેક્ટ...
ગયા મહિને, સેમસંગ કંપનીએ ‘સેમસંગ ઝેડ ફ્લિપ’ નામે તેનો ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યો. કંપનીએ એ પહેલાં ગયા વર્ષે પણ ફોલ્ડ થઈ શકે તેવો ફોન રજૂ કર્યો હતો. https://youtu.be/Sx9ibZLwVNE તેની સાથોસાથ અગાઉ ફીચર ફોનના સમયે ‘મોટોરેઝર’ નામના ફોલ્ડેબલ ફોનથી ધૂમ મચાવનારી મોટોરોલા કંપની...
ફેબ્રુઆરી, ૨૦૨૦ અંકમાં ક્યુઆર કોડથી છેતરપિંડી વિશે આપેલી વિસ્તૃત માહિતી આજના યુગમાં ખૂબ ઉપયોગી થાય એવી છે. મારો પ્રશ્ન એ છે કે ક્યુઆર કોડ દ્વારા ફોનપે અથવા તો ગૂગલપેમાં છેતરપિંડી થાય તો ફરિયાદ ક્યાં કરવી અથવા તો તેને પરત મેળવવા માટે ગુનેગારને શોધ માટે કઈ જગ્યાએ જાણ...
તમારા કસ્ટમર તમારી સામે જ ન હોય, ત્યારે પણ તેમની પાસેથી ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવાના વિવિધ ઉપાયનો લાભ લઈને બિઝનેસ વિસ્તારી શકાય છે - આ કામ સહેલું પણ છે! જો તમે ભારતમાં બિઝનેસ ચલાવી રહ્યા હો અને તમારા કસ્ટમર્સને ઓનલાઇન પેમેન્ટ કરવાની સુવિધા આપી ન રહ્યા હો તો હવેથી રોજના...
કોરોના વાઇરસનો પ્રસાર આપણા માટે એક તક છે - જીઆઈએસ અને મેપ્સ આધારિત ડેટા વિઝ્યુઅલાઇઝેશન કેવી રીતે કામ કરે છે તે સમજવાની તક! છેલ્લા થોડા સમયથી આખા વિશ્વમાં જે ઝડપે કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે, તેના કરતાં વધુ ઝડપે કોરોના વાઇરસનો ભય ફેલાઈ રહ્યો છે! ભયને માપવો તો અશક્ય છે,...
તમારા કોન્ટેક્ટ્સને ડિજિટલ સ્વરૂપે અને ક્લાઉડમાં સાચવવા હિતાવહ છે. ઓળખાણ મોટી ખાણ છે, આવું આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ અને વર્ષોથી એના લાભ પણ મેળવ્યા હશે, પણ, જો તમે ઓળખાણની ખરેખર મોટી ખાણ ઊભી કરી હોય, તમારા સંપર્ક લિસ્ટમાં અનેક લોકોનાં નામ હોય તો તમે અનુભવ્યું...
આ દુનિયામાં એવું ઘણું છે, જે આપણી નજરમાં આવતું ન હોવા છતાં, આપણા પર તેના મોટા ઉપકાર છે. આવી જ એક વાત માટે સેટેલાઇટ્સ કેવી રીતે મદદ કરે છે તેની વાત વિદ્યાર્થીઓને ઉપયોગી થશે. ડૉ. નિમિત્ત કુમાર, વૈજ્ઞાનિક, ઇન્કોઇસ દ્વારા આપણા માટે સેટેલાઇટ એટલે કે ઉપગ્રહોનું નામ કંઈ નવું...
જો તમને ભાષામાં રસ હોય તો તમે બે શબ્દ બરાબર જાણતા હશો ‘ડિક્શનરી’ અને ‘થિસોરસ’. ડિક્શનરી એટલે એવો ગ્રંથ જેમાં આપણે એક ભાષાના શબ્દોના અર્થ એ જ અથવા બીજા ભાષામાં જાણી શકીએ. જ્યારે થિસોરસ એટલે એવો ગ્રંથ જેમાં એક શબ્દ સાથે જુદી જુદી ઘણી રીતે સંબંધ ધરાવતા અન્ય શબ્દો આપણે...
આજના ડિજિટલ યુગમાં, ડિજિટલ ગ્રાફિક્સનું ફિલ્ડ ગજબનું વિકસી રહ્યું છે. તમે એમાં ઝંપલાવવા માગતા હો તો ‘સ્કેચબુક’ નામના એક ફ્રી પ્રોગ્રામ પર હાથ અજમાવવા જેવો છે. પાછલાં થોડાં વર્ષોમાં આપણા શિક્ષણ તંત્રમાં એક મજાનો ફેરફાર એ થયો છે કે હવે વિદ્યાર્થીઓને પોતાના ખરેખર રસના...
‘રેન્સમવેર’ની મદદથી આપણા કમ્પ્યુટરનો ડેટા બ્લોક કરી દેતા હેકર્સ હવે પોતાની વેબસાઇટ પર ગૂગલની એડ બતાવતા પબ્લિશર્સને પણ ડરાવીને તેમની પાસેથી નાણાં પડાવવા લાગ્યા છે. ડિજિટલ દુનિયામાં લાંબા સમયથી એક સખત જોખમી અને છતાં રસપ્રદ ટ્રેન્ડ શરૂ થયો છે. આપણી વાસ્તવિક દુનિયામાં ચોર...
નિષ્ણાતો પાસવર્ડ જંજાળરૂપ ન બને, છતાં સલામત રહે એવી વ્યવસ્થા વિક્સાવી રહ્યા છે. એના ભાગરૂપે, આપણો એન્ડ્રોઇડ આપણી ઓળખની સાબિતી બનવા લાગ્યો છે. સાવ સાચું કહેજો, અઠવાડિયામાં તમારી સાથે એવું કેટલી વાર થાય છે, જ્યારે તમે કોઈને કોઈ વેબસર્વિસનો પાસવર્ડ ભૂલી ગયા હો અને તમારે...
યુપીઆઇ એપથી પેમેન્ટ સ્વીકારતા દુકાનદાર માટે સૌથી મોટી ઝંઝટ, દરેક પેમેન્ટ આવ્યું તેની ખાતરી કરવાની હોય છે. તેની આ ઝંઝટ ઓછી કરે છે પેટીએમનું ‘સાઉન્ડ બોક્સ’. અત્યારે આપણે કોઈ પણ નાની મોટી દુકાનમાં કંઈ ખરીદી કરીએ એટલે તરત તેને પેમેન્ટ કરવા આપણા સ્માર્ટફોનમાંની કોઈ પણ...
સ્માર્ટફોનને કારણે તમારા રોજિંદા કામકાજ કે જીવનમાં વારંવાર ખલેલ પહોંચતી હોય તો તેની ‘ડુ નોટ ડિસ્ટર્બ’ સર્વિસનો ઉપયોગ બરાબર સમજી લેવા જેવો છે. આપણા સ્માર્ટફોન અને આપણી વચ્ચે હવે રસ્સાખેંચની હરીફાઈ શરૂ થઈ છે. આપણે ગાફેલ રહીએ તો આ લડાઈમાં સ્માર્ટફોન જીતી શકે છે અને આપણો...
જો તમારા જીવન પર ટેક્નોલોજી હાવી થઈ ગઈ હોય તો, રાતદિવસ ફોન હાથમાંથી છૂટતો ન હોય તો હવે તેનાથી દૂર જવામાં મદદ કરે એવાં ટૂલ્સની મદદ હાથવગી છે. સમય કેટલો ઝડપથી બદલાય છે! ના, એક વર્ષ વિદાય લે અને બીજું આવે ત્યારે આ જ્ઞાન અચાનક લાધ્યું એવું નથી! અમદાવાદમાં યોજાઈ ગયેલા...
યંગ જનરેશન હવે ફેસબુકને બાજુએ રાખીને ઇન્સ્ટાગ્રામ તરફ વળી ગઈ છે અને પરિણામે હવે ઇન્સ્ટાગ્રામમાં પણ જબરી ભીડ થવા લાગી છે! જો તમે લાંબા સમયથી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હશો અને ખરેખર સ્માર્ટ રીતે તેનો ઉપયોગ કરવા માગતા હશો તો આ ભીડ તમને અકળાવતી હશે. મોટા ભાગના લોકો સાથે...
જો તમે સેમસંગ એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હો તો તમારા માટે ખુશખબર છે! એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સરખામણીમાં એપલના આઇફોન ‘ઘણી બધી રીતે’ યૂઝર ફ્રેન્ડલી હોવાનો એક સામાન્ય મત છે. આવી એક રીત એટલે એરડ્રોપ. આ સુવિધાની મદદથી જુદા જુદા એપલ ડિવાઈસીસમાં ફાઇલ્સની આપ-લે બહુ...
અચાનક કોઈ ગમતા ગીતની ટ્યૂન કાને પડે, પરંતુ એ ગીતના શબ્દો હૈયા હોવા છતાં દિમાગ સુધી પહોંચે નહીં ત્યારે આપણું ખાસ્સું બેચેન બની જતું હોય છે. એમાં પણ જો એ ટ્યૂન ફક્ત થોડો સમય સંભળાઈને ગાયબ થઈ જાય તો આપણી બેચેની વધી જતી હોય છે. સંગીતના રસિયાઓએ આવો ઘણી વાર અનુભવ કર્યો હશે....
ઇન્ટરનેટ પર આપણા રસના વિષયો વિશેની વાંચનસામગ્રીનો પાર નથી, તેમ અલગ અલગ સાઇટ પરના લખાણને એક જ વેબપેજ પર સહેલાઈથી વાંચવાની સગવડ આપતી સર્વિસ પણ સતત વધી રહી છે. જાણો આવી એક લોકપ્રિય સર્વિસ વિશે. તમે ખરેખરા ફૂડી એટલે કે ખાણીપીણીના શોખીન હો તો કોઈ ખમતીધર સંબંધીને ત્યાં...
વોટ્સએપ કે મેસેન્જર જેવી ઇન્સ્ટન્ટ મેસેન્જિંગ એપની સરખામણીમાં ઈ-મેઇલ સર્વિસનો મોટો ફાયદો એ છે કે તેમાં આપણને ખાસ્સી સ્પેસ મળતી હોવાને કારણે કશું જ ડિલીટ કરવાની જરૂર હોતી નથી. પરિણામે આપણે વર્ષો જૂના ઈ-મેઇલ ફરી જોવાની જરૂર પડે તો તેને પણ આપણે પ્રમાણમાં સહેલાઈથી સર્ચ...