ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા શબ્દો અત્યારે એટલા બધા ચર્ચામાં છે કે તેની ધમાલમાં, જાણવા જેવી બીજી ઘણી ટેક્નોલોજીની વાત હાંસિયામાં ધકેલાઈ જાય છે! આ અંકમાં, આપણે ૨૦૨૦ના નવા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ અને એક નવા દાયકા તરફ આગળ વધી રહ્યા છીએ તેને...
ડિસેમ્બર ૨૦૧૯નો અંક સાંજે ૫ ને ૩૦ વાગ્યે મારા હાથમાં આવ્યો ને તરત આસન લગાવી બેસી ગયો કે ૮ ને ૩૦ વાગ્યે આખો અંક વાંચી ને જ ઊભો થયો, જમવાની બુમો પડી પણ પહેલાં આ ભૂખ પૂરી કરી ત્યાર બાદ પેટની ભૂખ તો રોજ પૂરી થાય જ છે...! બ્રાઉઝરની મંજૂરીઓની વાત ખૂબ જ ઉત્તમ કહી. એના સિવાય...
સામાન્ય રીતે આપણે એટીએમમાંથી આપણા બેન્ક ખાતામાંથી રૂપિયા ઉપાડવા હોય તો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો પડે છે. હવે ડેબિટ કાર્ડ વિના મોબાઇલ પર ઓટીપી મેળવીને રૂપિયા ઉપાડી શકાય તેવી સુવિધા પણ મળવાની શરૂઆત થઈ ગઈ છે. હવે તેમાં યુપીઆઈની સુવિધા પણ ઉમેરાઈ રહી છે. એ મુજબ આપણે...
ભારતમાં નોટબંધી પછી મોબાઇલ વોલેટ્સના ઉપયોગમાં ખાસ્સો ઉછાળો આવ્યો, પરંતુ ત્યાર પછી તેમાં ‘નો યોર કસ્ટમર’ (કેવાયસી) ફરજિયાત બનતાં તથા યુપીઆઈ આધારિત ટ્રાન્ઝેકશન સરળ બનતાં મોબાઇલ વોલેટ્સનાં વળતાં પાણી થયાં. અલબત્ત, યુપીઆઈમાં આંખના પલકારામાં રકમની લેવડદેવડ થઈ જતી હોવાથી...
વર્ષ ૨૦૧૯ પૂરું થયું એ સાથે ફરી એક વાર આખા વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા સૌથી નબળા પાસવર્ડની વાર્ષિક યાદી જાહેર કરી છે અને સતત બીજા વર્ષે 123456 એ આ વર્ષનો સૌથી નબળો પાસવર્ડ જાહેર થયો છે! બીજા ક્રમનો સૌથી નબળો પાસવર્ડ 123456789 છે!આ યાદી અનુસાર હજી પણ બહુ મોટા...
આપણા દેશમાં દુર્ભાગ્યે દુષ્કર્મોના બનાવો સતત વધતા હોવાથી દરેક યુવતી, કિશોરી કે તેના માબાપ અસલામતી અનુભવે એ સ્વાભાવિક છે. ટેકનોલોજીની મદદથી આ અસલામતી કંઈક અંશે ઓછી કરી શકાય છે. ગૂગલ મેપ્સમાં આપણે પોતાનું લાઇવ લોકેશન નિકટના સ્વજન સાથે શેર કરી શકીએ છીએ અને એ સુવિધાની...
આધાર વ્યવસ્થા ખોરવાયા છતાં, ભારતમાં હવે બાયોમેટ્રિક્સ આધારિત ઓથેન્ટિકેશન વધી રહ્યું છે. ભારત સરકારે એરપોર્ટ્સ પર ટ્રાવેલ પ્રોસેસ પેપરલેસ બનાવવા અને મલ્ટીપલ પોઇન્ટ્સ પર આઇડેન્ટિટી ચેક્સની ઝંઝટ ટાળવા માટે ‘ડિજિયાત્રા’ નામની એક નવી પહેલ શરૂ કરી છે. જેનો લાભ લઈને પ્રવાસીઓ...
ભારતમાં ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુકનો માર્કેટપ્લેસ તરીકે પણ ઉપયોગ વધી રહ્યો છે. દેશભરમાં અસંખ્ય લોકો આ ત્રણેય પ્લેટફોર્મ પર વિવિધ ચીજવસ્તુઓની જાહેરાતો મૂકીને સંભવિત ગ્રાહકો સુધી પહોંચે છે અને પછી ઓનલાઇન પેમેન્ટ થયા પછી ડિલિવરી મોકલે છે. ભારતમાં ફેસબુક કંપનીની...
છેલ્લા અનેક દાયકામાં આપણે ઘણું બધું નવું જોયું અને જાણ્યું - એ બધાને પ્રતાપે આવતા એક દાયકામાં દુનિયા હજી વધુ ઝડપથી બદલાશે. આવો મેળવીએ એક ઝલક. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કમ્પ્યુટર વિઝન, બ્લોકચેઇન, ફાઇવજી ડેટા નેટવર્ક… આ બધા શબ્દો કદાચ એક દાયકા પહેલાં...
ઓનલાઇન પેમેન્ટમાં છેતરપિંડીના કિસ્સા ખરેખર ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે એ જાણવા જેવું છે કે ફેસબુક અને ગૂગલ જેવી કંપનીના ઓફિસર્સ પણ હેકર્સની માયાજાળમાં ફસાઈ જાય છે! ગયા અઠવાડિયે, ‘સાયબરસફર’ની ઓફિસમાં રાજકોટથી એક વાચકમિત્રનો ફોન આવ્યો. આપણે એમને ‘રમેશભાઇ’ તરીકે...
સ્માર્ટ ટીવી ખતરનાક બની શકે છે, આ રીતે...જેમ આપણે ત્યાં દિવાળીનો તહેવાર હવે ઓનલાઇન સ્ટોર્સમાં ડિસ્કાઉન્ટ્સનો તહેવાર બની ગયો છે, બરાબર એ જ રીતે અમેરિકામાં નવેમ્બરના ચોથા ગુરૂવારે ઉજવાતા થેંકસ ગીવિંગ ડે પછીનો દિવસ બ્લેક ફ્રાયડે તરીકે ઉજવાય છે. આ દિવસે અને ત્યાર પછી...
જોખમી, બનાવટી સાઈટ્સ પર દોરી જતા મેસેજનું દૂષણ વધી રહ્યું છે ત્યારે, આપણા પર આવેલો મેસેજ ભરોસાપાત્ર કંપની તરફથી છે કે નહીં તેની હવે ખરાઈ કરી શકાશે. વણનોતર્યા એટલે કે સ્પામ એસએમએસનું દૂષણ આપણા દેશમાં સતત વધી રહ્યું છે ત્યારે આપણને થોડો હાશકારો થાય એવા એક સમાચાર આવ્યા...
પ્રજ્ઞાચક્ષુઓની સુવિધા માટે સ્ક્રીન રીડર સોફ્ટવેર વેબપેજનું લખાણ વાંચી સંભળવતા હોય છે. આ સોફ્ટવેર ઇમેજનું વર્ણન - જો વેબપેજ ડેવલપરે આપ્યું ન હોય તો - કરી શકતા નથી. આ ઉણપ પૂરી કરે છે નવી ટેક્નોલોજી. જે વ્યક્તિને કંઈ દેખાતું ન હોય એને માટે આપણી ભાષામાં એક સરસ શબ્દ છે -...
વાયા વિકિપીડિયા, તમે એક-બે ક્લિકમાં નવું નવું ઘણી જાણી શકો છો. ઇન્ટરનેટની મજા એ છે કે તેમાં આપણને જે કંઈ જાણવું તે બધું જ મળી શકે છે. એ પણ ઘણી વાર તો ફક્ત એક-બે ક્લિકમાં. ફક્ત એ માટેની સચોટ રીત આપણને ખબર હોવી જોઇએ. કારણ કે આપણે જે જાણવું હોય તે ગૂગલમાં શોધવા બેસીએ તો...
આપણા વિદ્યાર્થીઓને સમગ્ર વિશ્વ સાથે તાલ મિલાવવામાં મદદરૂપ થતો આ નિર્ણય ખરેખર આવકારદાયક છે, આપણી શાળાઓએ પણ આ દિશામાં ઝડપી પગલાં લેવાં જોઈશે.વર્ષ ૨૦૧૯ વિદાય લઈ રહ્યું હતું ત્યારે એક આનંદના સમાચાર આવ્યા. મજાની વાત એ છે કે આ સમાચાર એ વર્ષની છેક શરૂઆતમાં આવ્યા હતા અને અંતે...
હવે ઈ-મેઇલ પણ એટેચમેન્ટ તરીકે મોકલી શકાશે.ઘણી સુવિધાઓ એવી હોય છે, જેની ઉણપ આપણને સામાન્ય રીતે સાલતી ન હોય, એની ગેરહાજરી વર્તાતી પણ ન હોય, છતાં ક્યારેક એવી જરૂર ઊભી થાય કે તેની ખોટ જબરજસ્ત સાલે! આવી સુવિધા મળે ત્યારે એવો વિચાર પણ આવે કે અત્યાર સુધી એના વિના કેમ...
ટેકનોલોજીના પ્રતાપે ઓફિસમાં કામકાજની પદ્ધતિઓ હવે ધરમૂળથી બદલાઈ ગઈ છે. તમારે ગ્લોબલ ટ્રેન્ડ સાથે ચાલીને ગ્લોબલ એમ્પ્લોઈ કે બિઝનેસમેન બનવું હોય તો જૂની ઘરેડ ભૂલીને નવા સમય મુજબ કામ કરતાં શીખી જવું પડશે. અગાઉ : ઓફિસમાં સવારના નવથી પાંચ કે છ વાગ્યા સુધી કામ કરી, હાથ...
આપણે અંગ્રેજી બોલતાં ખચકાઈએ છીએ કેમ કે આપણને ઘણા શબ્દોના ઉચ્ચાર વિશે અવઢવ હોય છે. હવે આ મૂંઝવણનો ઉકેલ પણ ગૂગલ પાસેથી મળે છે! તમે અંગ્રેજી ભાષા કેવીક જાણો છો? તમારો પોતાનો કદાચ અનુભવ હશે કે તમને અંગ્રેજી લખવા વાંચવામાં બહુ મુશ્કેલી પડતી નહીં હોય, તેમ છતાં અંગ્રેજી...
આજના સમયમાં પરિવારના દરેક સભ્ય માટે ટેક સાધનોની જરૂરિયાત સતત વધતી જાય છે અને તેની સામે આપણું બજેટ જો એટલું જોર ન કરતું હોય, તો આપણે નવાંનક્કોર સાધનોના વિકલ્પો તરફ નજર દોડાવવી પડે. આવો એક વિકલ્પ એટલે ‘રીફર્બિશ્ડ’ સાધન. હવે સ્માર્ટફોન ઉપરાંત લેપટોપ જેવાં સાધનોની પણ...
‘ડેટા ટ્રાન્સફર પ્રોજેક્ટ’ ને પરિણામે જુદી જુદી સર્વિસ હવે નજીક આવી રહી છે. જો મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ એક થઈ શકતાં હોય, તો સાયબરજગતમાં એપલ, ફેસબુક, ટવીટર, ગૂગલ વગેરે એક કેમ ન થઈ શકે? આમ તો, વાડાબંધી પર માત્ર રાજકારણીઓ અને સાહિત્યકારોનો જ ઇજારો છે...
સમાચાર સાંભળવાની આપણી રીત બદલાશે. ધીમે ધીમે, આપણી સમાચાર જાણવાની રીતમાં ધરખમ બદલાવ આવી ગયા છે. હજી પણ સવારમાં, ફેરિયાભાઈ છાપું (કે છાપાં!) નાખવામાં મોડા થાય તો આપણે ઊંચાનીચા થઈ જઈએ છીએ, પણ પછી જે સમાચારો વાંચીએ છીએ, એ આગલા દિવસે ટીવી પર અને એથી પણ પહેલાં, મોબાઇલમાં...
હજી હમણાં સુધી આપણા મનની વાત કમ્પ્યુટર કે સ્માર્ટફોનના ‘મગજ’ સુધી પહોંચાડવાનો એક જ રસ્તો હતો - કી-બોર્ડ પર ટાઇપિંગ કરવું. એ પછી વોઇસ ટાઇપિંગ આવ્યું અને વાત ઘણી સહેલી બની. દરમિયાન ગૂગલે જીમેઇલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ‘સ્માર્ટ કમ્પોઝ’ની મજાની સુવિધા આપી. આ...
ધારો કે તમારી પાસે કોઈ એવી પીડીએફ ફાઈલ આવી જેમાં આઠ-દસ પાનાં છે. તેમાંથી તમારે માત્ર કોઈ એક પાનું કે અલગ અલગ પાનાં અલગ અલગ પીડીએફ ફાઈલ્સ તરીકે જોઇએ છે? તો તમે શું કરશો? આવું કરવાના જુદા જુદા ઘણા રસ્તા છે. જો તમારી પાસે અમુક ખાસ પ્રકારના પીડીએફ એડિટિંગ સોફ્ટવેર હોય તો...
નવોનક્કોર સ્માર્ટફોન ખરીદતી વખતે જો તમે હજી ચાલુ હાલતમાં પણ જૂના થઇ ગયેલા સ્માર્ટફોનને એક્સચેન્જ ન કર્યો હોય તો એ જૂના ફોનનો તમે સિમકાર્ડ વિના જુદી જુદી રીતે ઉપયોગ કરી શકો છો (જૂના ફોનમાંના ડેટાને બરાબર, પૂરેપૂરો ડિલીટ કર્યા વિના તેને વેચશો પણ નહીં). જૂના ફોનનો નવો...
જો તમે ઇન્સ્ટાગ્રામનો ભરપૂર ઉપયોગ કરતા હો તો તેમાં ઉમેરાયેલી એક નવી સુવિધા તમને ગમશે.હવે તમે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝમાં મલ્ટિપલ ઇમેજીસ ઉમેરી શકો છો. આ ફીચરની મદદથી બાય ડિફોલ્ટ, તમે સ્ક્રીનને ચાર ભાગમાં વહેંચી શકો છો અથવા ઇચ્છો તો અન્ય લેઆઉટ્સ પણ પસંદ કરી શકો છો. એ રીતે...
ક્યારેક ને ક્યારેક, તમારે તમારા આધારકાર્ડ કે મતદાર આઇડી કાર્ડની આગળ પાછળ બંને બાજુની પ્રિન્ટ લેવાની થતી હશે. એક રસ્તો, કાગળની બંને બાજુએ, કાર્ડની બંને બાજુ વારાફરતી પ્રિન્ટ કરવાનો છે અને બીજો વધુ સારો રસ્તો, કાગળની એક જ બાજુએ, કાર્ડની બંને બાજુ પાસે પાસે રાખીને...
તમારા બિઝનેસનું ઇન્ટરનેટ પર એક એડ્રેસ મેળવવું હોય, તો એ તમે ધારો છો એટલું મુશ્કેલ નથી. ગૂગલ હવે તદ્દન સરળ રીતે આ કામ કરી આપે છે. અલબત્ત, આ રીતે બનતી વેબસાઇટ પૂરેપૂરી વેબસાઇટ ન કહેવાય, પણ તમારો વેપાર તેનાથી વધારી શકો એટલું નક્કી! તમારો કોઈ નાનો-મોટો બિઝનેસ હોય,...