લાંબાંલચક યુઆરએલ કે અન્ય વિગતોને ટૂંકમાં અને કેમેરાથી સ્કેન કરીને જાણી શકાય એવા સ્વરૂપમાં આપતા ક્યુઆર કોડનો ઉપયોગ સતત વધી રહ્યો છે, ત્યારે તેને સંબંધિત જાણકારી.
આગળ શું વાંચશો?
- એન્ડ્રોઇડમાં ક્યુઆર કોડ સ્કેન કરવા માટે…
- ક્યુઆર કોડ સ્કેન કરવાના અન્ય રસ્તા
- વેબએપનો ઉપયોગ કરો
- બ્રાઉઝરનો ઉપયોગ
ધીમે ધીમે ક્યુઆર કોડ આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો બનવા લાગ્યા છે. કોરોના વાયરસના પ્રસાર પછી કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે હવે શાકભાજીની દુકાને પણ આપણે ક્યુઆર કોડનાં પાટિયાં સ્કેન કરીને પેમેન્ટ કરતા થઈ ગયા છીએ.