કોરોના વાઇરસને પગલે અચાનક આખી દુનિયા જાણે ડિજિટલ બની ગઈ હોય એવી સ્થિતિ સર્જાઈ છે.
એ સાથે વીડિયો કોન્ફરન્સિંગ સર્વિસના મામલે રીતસર ધમાધમી મચી પડી છે! ઝૂમના ઉપયોગમાં ઉછાળો આવતાં અને તેમાં સલામતી વિશે ચિંતાઓ ઉઠતાં બીજી દરેક મોટી કંપની આ ક્ષેત્રમાં પોતાની હાજરી મજબૂત કરવા મથી રહી છે. વીડિયો કોન્ફરન્સિંગ માટે ગૂગલ સંખ્યાબંધ વિકલ્પો આપે છે અને હવે તેણે તેની ‘મીટ’ નામની સર્વિસ ફ્રી કરી દીધી છે. ગૂગલનું એકાઉન્ટ (એટલે કે જીમેઇલનું એકાઉન્ટ) ધરાવતી કોઈ પણ વ્યક્તિ હવે ‘મીટ’નો મફત ઉપયોગ કરી શકે છે.