
આગળ શું વાંચશો?
- ક્લાઉડ સ્ટોરેજ શું છે?
- આપણા માટે ક્લાઉડ સ્ટોરેજ
- ગૂગલ ડ્રાઇવ
- વન ડ્રાઇવ
- આઇક્લાઉડ ડ્રાઇવ
- ડ્રોપબોક્સ
- એમેઝોન ડ્રાઇવ
- મીડિયા ફાયર
- બોક્સ
- મેગા
- સિંક
ભારતમાં કોરોના વાઇરસના પ્રસારને ખાળવા માટે વડા પ્રધાને રાત્રે આઠ વાગે દેશને સંબોધન કરવાના છે એવા સમાચાર પ્રસર્યા એ સાથે ઘણાના પેટમાં ફાળ પડી હતી – વળી નવી કોક ‘બંધી’ આવવાની! થયું પણ એવું જ, આ વખતે લોકડાઉન આવ્યું.
વડા પ્રધાને પહેલાં ૨૧ દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી, એ વખતે ઘણા લોકો ઊંઘતા ઝડપાયા હતા. એમણે ૨૧ દિવસની વાત સાંભળતાંવેંત કરિયાણું, શાકભાજી, દૂધ, દવા વગેરે લેવા દોટ મૂકી.
આ બધું તો બાજુની દુકાનમાંથી લાવી શકાય, પણ આપણી ઓફિસમાંના કમ્પ્યુટરમાં પડેલી ફાઇલ્સ કેવી રીતે લાવવી?
જો તમે આ રીતે ઊંઘતા ઝડપાયા હશો તો સતત લંબાતા લોકડાઉન દરમિયાન તમારે માટે વર્ક-ફ્રોમ-હોમ ઘણું મુશ્કેલ થઈ ગયું હશે.