ઇન્ટરનેટ કે એપ્સમાં હવે લગભગ બધી જ જગ્યાએ બે પ્રકારનું કન્ટેન્ટ જોવા મળે છે – ફ્રી અને પેઇડ. ઘણી સાઇટ્સ પર, ખાસ કરીને ન્યૂઝ મીડિયાની સાઇટ્સ પર મહિનામાં અમુક નિશ્ચિત સંખ્યામાં ફ્રી આર્ટિકલ્સ વાંચી શકાય છે, ત્યાર પછી વધુ વાંચવા માટે પેઇડ લવાજમ ભરવું પડે છે. આ સિવાય ફોટોગ્રાફ, વેબસાઇટ્સની થીમ વગેરે પ્રકારનું કન્ટેન્ટ આપતી સાઇટ્સ પર પણ ફ્રી અને પેઇડ સબસ્ક્રિપ્શનની સગવડ હોય છે.