હમણાં બોલીવૂડ સ્ટાર્સની, ડ્રગના ઉપયોગ સંબંધિત વોટ્સએપ ચેટ્સના સ્ક્રીનશોટ્સ મીડિયામાં લીક થયા પછી એક નવો પ્રશ્ન ચર્ચામાં આવ્યો છે – વોટ્સએપના દાવા મુજબ જો તેની ચેટ્સ ‘એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ’ હોય, મેસેજ મોકલનાર તથા મેળવનાર સિવાય વચ્ચે કોઈ તેને વાંચી શકે તેમ ન હોય તો આ મેસેજના સ્ક્રીનશોટ્સ કેવી રીતે બહાર આવ્યા?