આઇફોનમાં એવું તે શું છે?

સ્માર્ટફોન યૂઝર્સની દુનિયા બે પ્રકારના લોકોમાં વહેંચાયેલી છે – આઇફોન યૂઝર્સ અને એન્ડ્રોઇડ યૂઝર્સ! એન્ડ્રોઇડના યૂઝર્સનું પ્રમાણ હવે ઘણું વધુ છે, છતાં થેન્ક્સ ટુ સ્ટીવ જોબ્સ, આઇફોન એક આઇકોનિક બ્રાન્ડ છે! કદાચ એ જ કારણે એન્ડ્રોઇડ યૂઝર્સને ‘આઇફોનમાં એવું તે શું હોય છે?’ એ જાણવાની ખાસ ઉત્સુકતા હોય છે.

તમને પણ આવી જિજ્ઞાસા હોય કે તમે આઇફોનનો ઉપયોગ કરતા હો પણ તેનાં બધાં ફીચર્સની પૂરી સમજ ન હોય તો અહીં ટૂંકમાં, આઇફોન (અને એપલનાં વિવિધ ડિવાઇસ)માં ઉપલબ્ધ કેટલાંક મુખ્ય ફીચર્સની પ્રાથમિક માહિતી મેળવીએ. તમે આગળ જોશો તેમ, ફીચર્સની દૃષ્ટિએ એન્ડ્રોઇડ અને એપલ બહુ નજીક છે, છતાં એપલનો એક વાર ઉપયોગ કરનારા લોકોને એપલ જેવી મજા એન્ડ્રોઇડમાં ક્યારેય મળતી નથી, એ હકીકત છે!

Please Login to view this content. (Not a member? Join Today!)
Februaryy 2019

[display-posts tag=”084_february-2019″ align=”alignleft” display-posts posts_per_page=”200″]

ક્લિક કરો, અંક જુઓ

2 COMMENTS

 1. એપલ હેન્ડઓફ એ એપલ કન્ટિન્યુટી ફીચરનું એક સબફીચર છે. હેન્ડઓફ સિવાયના બીજા ફીચર્સ છે

  1. યુનિવર્સલ કલીપબોર્ડ: જેની મદદથી એક એપલ ડિવાઇસ પર કોપી કરેલી ટેક્સ્ટ કે પિક્ચર (સમાન એપલ આઈડી ધરાવતા) બીજા એપલ ડિવાઇસ પર પેસ્ટ કરી શકાય છે.

  2. કન્ટિન્યુટી કોલ્સ: આ ફીચર ની મદદથી (સમાન એપલ આઈડી ધરાવતા) કોઈ પણ એપલ ડિવાઇસ પરથી કોલ રિસીવ કરી શકાય છે. શરત એ છેકે બધા ડિવાઇસ બ્લુટુથ/વાઇફાઇ થી કનેક્ટેડ હોવા જરૂરી છે. ઉદાહરણ તરીકે મેક ઉપર કામ કરતા કરતા આઈફોન પર કોલ આવે તો મેક માં પણ રિંગ વાગે છે તતઃ કોલ રિસીવ પણ કરી શકાય છે. આજ રીતે આઇપેડ અને એપલ વૉચ પરથી પણ કોલ રિસીવ કરી શકાય છે. આનું ઉલટું પણ શક્ય છે. કોઈ પણ એપલ ડિવાઇસ પરથી આઈફોન ના સિમ કાર્ડનો ઉપયોગ કરીને કોલ કરી શકાય છે.

  3. કન્ટિન્યુટી મેસેજિસ: કન્ટિન્યુટી કોલ્સ ની જેમ જ કોઈ પણ એપલ ડિવાઇસ પરથી આઇમેસેજ / ટેક્સ્ટ મેસેજ સેન્ડ તથા રિસીવ કરી શકાય છે. તથા એક એપલ ડિવાઇસ પાર શરુ કરેલી ચેટ બીજા એપલ ડિવાઇસ પરથી કંટીન્યુ કરી શકાય છે.

  4. કન્ટિન્યુઈટી કેમેરા: મેક પર કોઈ ડોકયુમેન્ટ પાર કામ કરતા કરતા કોઈ પિક્ચર એડ કરવાની જરુરુ પડે તો આઈફોન/આઈપેડ ના કેમેરા પરથી પિક્ચર ક્લિક કરી ડાયરેકટ મેક ના કોઈપણ ડોકયુમેન્ટ માં એડ કરી શકાય છે.

  5. ઇન્સ્ટન્ટ હોટસ્પોટ: મેક/ આઇપેડ પર મોબાઈલ હોટસ્પોટ યુઝ કરવા માટે આઈફોન હાથમાં લઇ ને હોટસ્પોટ ચાલુ કરવાની કોઈ જરૂર નથી. મેક/ આઇપેડ પરથી ડાયરેક્ટ મોબાઈલ હોટસ્પોટ ચાલુ કરી શકાય છે.

Leave a Reply to Himanshu Kikani Cancel reply

Please enter your comment!
Please enter your name here