વોટ્સએપમાં તમને અન્ય લોકો તરફથી જે કોઈ ઇમેજ કે વીડિયો મળે તે સામાન્ય રીતે તમારા ફોનની ઇમેજ ગેલેરીમાં અલગ ફોલ્ડરમાં જોઈ શકાય છે.
તમારો ફોન બીજા કોઈના હાથમાં આવે તો તે આ બધી ઇમેજિસ સહેલાઇથી જોઈ શકે છે. વોટ્સએપના નવા વર્ઝનથી આપણને હવે એવી સગવડ મળશે જેને કારણે આપણને વોટ્સએપમાં આવેલી ઇમેજિસ, વીડિયો અને ઓડિયો ફાઇલ્સ ફોનની ડિફોલ્ટ ગેલેરીમાં દેખાય નહીં એવી વ્યવસ્થા કરી શકાશે.