ફ્રી વાઇ-ફાઇ! જુદી જુદી વ્યક્તિના મનમાં આ ત્રણ શબ્દ જુદી જુદી જાદુઈ અસર ઊભી કરે છે.
આપણા જેવા સરેરાશ યૂઝરને મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટા પ્લાન ઘણો સસ્તો થયા પછી પણ મોંઘો લાગતો હોય એમને ફ્રી વાઇ-ફાઇનો લાભ લૂંટવામાં મજા પડે છે.
બીજી તરફ ગૂગલ અને ફેસબુક જેવી મોટી ટેક્નોલોજી કંપનીને ફ્રી વાઇ-ફાઇની મદદથી વધુ ને વધુ લોકોને પોતાની સર્વિસિઝ તરફ વાળવાની તક દેખાય છે. તો ટેલિફોન કંપનીઝ માટે ફ્રી વાઇ-ફાઇ એક રીતે હરીફ સમાન છે, પરંતુ બીજી રીતે પોતાના જ યૂઝર્સને વધારાની સગવડ આપવા માટેની એક નવી તક છે.
એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી કંપનીને પણ ફ્રી વાઇ-ફાઇમાં દેખીતા લાભ દેખાય છે. કારણ કે જેમ વધુ લોકો ઇન્ટરનેટ સર્ફિંગ કરતા થશે તેમ તેઓ વધુ ને વધુ ઓનલાઇન શોપિંગ પણ કરશે!