આપણા દેશમાં મોબાઇલ ઇન્ટરનેટ ડેટાની કિંમત રોજે રોજ ઘટી રહી છે અને તેનું મૂલ્ય રોજે રોજ વધી રહ્યું છે!
રિલાયન્સ જિઓના આગમન પહેલાં આપણે ૧-૨ જીબીના ડેટા પ્લાનમાં આખો મહિનો ખેંચી નાખતા હતા અને હવે લગભગ એટલા જ ખર્ચમાં રોજના ૧-૨ જીબી જેટલો ડેટા મળે છે તોય ઓછો પડવા લાગ્યો છે.
કારણ દેખીતું છે – મોબાઇલમાં ઇન્ટરનેટનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અને પરિણામોના કવરેજ દરમિયાન તમે જોયું હશે કે વિવિધ ન્યૂઝ ચેનલ્સની અને અખબારોની મોબાઇલ વેબસાઇટ કે એપ ટીવીની હરીફાઇ કરવા લાગી હતી. ન્યૂઝ સાઇટ્સી એપમાં જ હવે લાઇવ ચેનલ્સ શરૂ થવા લાગી છે.