આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયા છે અને તેના વિના લગભગ કોઈને એક ઘડી ચાલતુ નથી. પરંતુ સ્માર્ટફોનનું ચાર્જિંગ હજી પણ એક મોટી પળોજણનો વિષય છે. વિશ્વ આખાને આ એટલી મોટી સમસ્યા લાગે છે કે એક કંપનીએ તેનો કંઈક ઉપાય શોધ્યો અને તેને એ દિશામાં આગળ વધવા જરૂરી મંજૂરી મળી તો એ કંપનીના શેરના ભાવ રાતોરાત ત્રણ ગણા વધી ગયા!