આખી દુનિયામાં લગભગ બે અબજ લોકો પોતાના ખિસ્સામાં કેમેરા લઇને ફરે છે! એટલે જ તો હવે અગાઉ કરતાં ક્યાંય વધુ પ્રમાણમાં આપણી જિંદગીનું ફોટો ડોક્યુમેન્ટેશ વા લાગ્યું છે!
આજકાલ નાની નાની વાતમાં સ્માર્ટફોનમાં કેમેરા એપ ઓપન કરીને ક્લિક ક્લિક કરવામાં આપણે પરોવાઇ જઈએ છીએ, પણ ફોટોગ્રાફી કેવી રીતે વિકસી અને એમાં કેવાં રસપ્રદ પરિવર્તનો આવી રહ્યાં છે એ મુદ્દા તરફ આપણું ભાગ્યે જ ધ્યાન જાય છે.
ફોટોગ્રાફી શબ્દ છેક 1839ના વર્ષમાં જન્મ્યો. ગ્રીક ભાષામાં મૂળ ધરાવતા આ શબ્દનો અર્થ થાય છે પ્રકાશથી ચિત્રકામ! અત્યારે આપણે જેને ફોટોગ્રાફી તરીકે ઓળખીએ છીએ એનાં મૂળ પણ બસો-સવા બસો વર્ષ જેટલાં ઊંડાં છે.
આ પ્રકારની ફોટોગ્રાફીમાં વર્ષો સુધી એક જ પદ્ધતિનું પ્રભુત્વ રહ્યું, ફોટોગ્રાફિક ફિલ્મ (સાદી ભાષામાં નેગેટિવ રોલ!) પર કોઈ દૃશ્યનું એક્સ્પોઝર મેળવવું અને પછી તેનું કેમિકલ પ્રોસેસિંગ કરીને (સાદી ભાષામાં રોલ ધોવડાવીને) પોઝિટિવ ઇમેજ મેળવવી.
પછી ડિજિટલ કેમેરા આવતાં મૂળ વાત તો એ જ રહી, ફેર એ થયો કે કેપ્ચર થયેલી ઇમેજને ફિલ્મને બદલે ડિજિટલ સ્વરૂપમાં, કમ્પ્યુટર ફાઇલ સ્વરૂપે સાચવી લેવાની ટેક્નોલોજી વિકસી. સ્માર્ટફોનમાં કેમેરા સમાઈ ગયા પછી તો ફિલ્મનો ઉપયોગ કરતા કેમેરા અને ફિલ્મ બનાવતી કોડાક જેવી કંપનીઓએ નાહી નાખવાનો સમય આવ્યો.
પરંતુ અત્યાર સુધી ફોટોગ્રાફીમાં આવેલાં આ પરિવર્તનો ફોટોગ્રાફીને સહેલી બનાવવા સુધી સીમિત રહ્યાં છે. તેમાં ફોટોગ્રાફ લેવાની મૂળ પદ્ધતિમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. અત્યાર સુધી બધા ડિજિટલ કે સ્માર્ટફોનમાંના કેમેરા ઓપ્ટિકલ સેન્સર તરીકે વર્તીને તેને મળતો પ્રકાશ ઝીલી, વિવિધ પિક્સેલ્સમાં વિગતો સ્ટોર કરીને ફોટોગ્રાફ સર્જતા આવ્યા છે.
પરંતુ હવે ફોટોગ્રાફીમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ઘૂસવા લાગ્યાં છે! આવારા સમયા કેમેરામાં હાર્ડવેર અને કમ્પ્યુટર વિઝન એલ્ગોરિધમનું જબરું સંયોજન હશે અને તેને કારણે ફોટોગ્રાફીમાં આપણે ક્યારેય કલ્પ્યું ન હોય એવી બાબતો શક્ય બનવા લાગશે.
કમ્પ્યુટેશનલ ફોટોગ્રાફીની આપણે ‘સાયબરસફર’માં અવારનવાર વાત કરીએ છીએ પણ એક સાદું ઉદાહરણ લઈએ તો – કોઈ કપલ બેકગ્રાઉન્ડમાં તાજમહેલ હોય તેવા એક સો ૪-૫ ફોટોગ્રાફ્સ લઈને ગૂગલ ફોટોઝમાં અલોડ કરે તો ગૂગલ મૂળ કપલ સિવાયની બાકીની મોટા ભાગની ભીડ ગાયબ કરીને માત્ર તાજમહેલ રહે એવો નવો ફોટોગ્રાફ તૈયાર કરી શકે છે, ઓટોમેટિકલી!
ગૂગલી અલગ અલગ ટીમ્સ ઘણા સમયી ફોટોગ્રાફીમાં જે સંશોધનો કરી રહી છે તેના આધારે ગયા મહિને ગૂગલે ‘એપ્સપરિમેન્ટ’ નામે ફોટોગ્રાફીમાં બિલકુલ નવા જ વિચારોને નક્કર સ્વરૂપ આપવાની શરૂઆત કરી છે.
આ બધું હજી પ્રાયોગિક ધોરણે છે, પણ આ એક્સપરિમેન્ટલ એપ્સ ડાઉનલોડ કરીને આપણે પણ, ભવિષ્યમાં ફોટોગ્રાફીમાં કેવી કમાલ જોવા મળશે તે જાણી શકીએ છીએ!