ધારો કે તમે પરિવાર સાથે સોમનાથ મંદિરના પ્રવાસે જવાનું નક્કી કર્યું. પરિવારમાં એક વડીલ એવા છે, જેમને પગની તકલીફ છે, ચાલી શકતા કે સીડી ચઢી શકતા નથી. સોમનાથ મંદિરમાં વ્હીલચેરની સગવડ છે કે નહીં અને હોય, તો છેક મંદિર સુધી પહોંચવા માટે રેમ્પ કે લિફ્ટની વ્યવસ્થા છે કે નહીં એ જાણવા તમે શું કરો?