એક્સેલમાં કામ કરતી વખતે તમે ખાસ્સું મોટું ડેટા ટેબલ બનાવ્યું હોય તો ક્યારેક સંખ્યાબંધ રો અને ડેટાને કારણે ડેટાને બરાબર સમજવો મુશ્કેલ બની જાય છે.
એ ટેબલની પ્રિન્ટ કાઢતી વખતે પણ મોટું ટેબલ મુશ્કેલી સર્જે છે. સદભાગ્યે એકસેલમાં આપણે કોલમ્સ અને રોને આપણી મરજી મુજબ હાઇડ કે અનહાઇડ કરી શકીએ છીએ, એટલે કે આપણી જરૂરિયાત મુજબ અમુક રો કે કોલમ ટેબલમાં રહે ખરી પણ ફક્ત દેખાતી બંધ થાય અને જરૂરિયાત મુજબ તે ફરીથી દેખાય એવું સેટિંગ કરી શકાય છે.