આવે છે એન્ડ્રોઇડ ‘ઓ’ અને ‘ગો’!

ગયા મહિને ગૂગલે તેની એન્યુઅલ ડેવલપર કોન્ફરન્સમાં, ‘ગો’ નામના એન્ડ્રોઇડના નવા વર્ઝનની જાહેરાત કરી. એન્ડ્રોઇડના લેટેસ્ટ નગેટ પછીનું ‘ઓ’ વર્ઝન પણ આવી રહ્યું છે. આ ‘ગો’ અને ‘ઓ’ બંને આમ તો બિલકુલ સરખાં છે, ફેર ફક્ત એટલો છે કે એન્ડ્રોઇડ ગો, ફક્ત 512 એમબી રેમ ધરાવતા સાવ સસ્તા એન્ડ્રોઇડ ફોનને પણ પાવરફૂલ બનાવી દેશે! 

આ અગાઉ ગૂગલે એન્ડ્રોઇડ વન નામે આવી જ કંઈક કોશિશ કરી હતી અને તેમાં તેને નિષ્ફળતા મળી હતી. ત્યારે ભારતમાં ગૂગલે માઇક્રોમેક્સ, સ્પાઇસ અને કાર્બન કંપની સાથે જોડાણ કર્યું હતું. ત્યારે ફોકસ સારા હાર્ડવેર પર હતું. જ્યારે ગો વર્ઝનમાં ગૂગલે તેની બધી એપ નબળી ક્ષમતાવાળા ફોનમાં પણ સારી રીતે ચાલે, ઓછી સ્પેસ ખાય અને ઓછો ડેટા વાપરે એ વાતનું ધ્યાન રાખ્યું છે.

આ વર્ઝનવાળા ફોન આ વર્ષે દિવાળી સુધીમાં ભારતમાં લોન્ચ થવાની શક્યતા છે, અલબત્ત ત્યારે તેના એન્ડ્રોઇડ વર્ઝનનું નામ ‘ઓ’થી જ શરૂ થતું હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here