એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન નોગટ ધરાવતા ફોન

તમે જાણતા હશો કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ગૂગલે એન્ડ્રોઇડનું નવું વર્ઝન નોગટ લોન્ચ કરી દીધું છે અને તેમાં નિયમિત રીતે અપડેટ્સ આવવા લાગ્યા છે. 

તમે સ્માર્ટફોનના ખરેખર સ્માર્ટયૂઝર હો અને તેની ઓપરેટિંગ સિસ્ટમના દરેક નવા ફીચર્સનો લાભ લેવા માગતા હો તો હવે જ્યારે પણ નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદો ત્યારે તે પહેલેથી એન્ડ્રોઇડની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ નોગટ આધારિત હોય એની ખાતરી કરી લેવી સારી રહેશે.

અત્યારે ભારતમાં ઉપલબ્ધ સ્માર્ટફોનમાં મુખ્યત્વે નીચેના સ્માર્ટફોનમાં પહેલેથી અથવા અપડેટથી નોગટ ઓપરેટિંગ સિસ્ટમની સુવિધા મળે તેમ છે :

પ્રીમિયમ ફોન્સમાં ગૂગલના પોતાના નેક્સસ અને પિક્સેલ્સ ફોન, હ્યુવેઇ મેટ ૯, સેમસંગ ગેલેક્સી એસ ૯ પ્લસ, જિઓની એવન,  એલજી જી૬, એચટીસી યુ અલ્ટ્રા, સોની એક્સ્પિરીયા એક્સઝેડએસ વગેરે.

રૂ. ૨૦,૦૦૦થી ઓછી કિંમતના ફોનમાં, સોની એક્સ્પિરીયા એક્સએવન, જિઓની એવન, મોટો જીફાઇવ અને જીફાઇવ પ્લસ, એલજી કે૧૦, એસસ ઝેડફોન ૩એસ મેક્સ, એલજી સ્ટાયલસ ૩ વગેરે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here