ઇન્સ્ટન્ટ ટેધરિંગની સુવિધા

સ્માર્ટફોનની ખરી ઉપયોગિતા ત્યારે જ છે જ્યારે તે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય. પરંતુ કોઈ કારણસર તમારા ફોનમાં ડેટા પ્લાન ન હોય કે વાઇ-ફાઇ સિગ્નલ મળી ન રહ્યાં હોય ત્યારે ફોનમાં નેટ કનેકશન મેળવવાનો એક જ ઉપાય રહે છે – નેટ કનેકશન ધરાવતા બીજા ફોનને વાઇ-ફાઇ હોટસ્પોટ બનાવીને તેમાંથી પહેલા ફોન માટે વાઇ-ફાઇ સિગ્નલ મેળવવાં. 

આની પદ્ધતિ આપણે ‘સાયબરસફર’માં અગાઉ જાણી ગયા છીએ અને એ ખાસ મુશ્કેલ નથી પરંતુ ગૂગલ તેને હજી વધુ સરળ બનાવશે. ગૂગલ પ્લે સર્વિસિઝના ૧૦.૨ અપડેટ સાથે અમુક એન્ડ્રોઇડ ડિવાઇસમાં ઇન્સ્ટન્ટ ટીધરિંગની સુવિધા મળી રહી છે.

જો તમે એકથી વધુ સ્માર્ટફોનમાં એક જ ગૂગલ એકાઉન્ટથી સાઇન ઇન હો તો આ ફીચર એ તપાસતું રહે છે કે તમારા બધા સ્માર્ટફોનમાં નેટ કનેકશન ચાલુ છે કે નહીં. જો કોઈ એક ડિવાઇસમાં નેટ એક્સેસ ન હોય તો તે બીજા ડિવાઇસમાં હોટસ્પોટ આપોઆપ ચાલુ કરી દે છે. પતિ કે પત્નિ બેમાંથી કોઈ એકના ફોનમાં ડેટા પ્લાન ન લીધો હોય ત્યારે પણ આ સુવિધા ઉપયોગી થઈ શકે છે. અલબત્ત અત્યારે આ સુવિધા બધા સ્માર્ટફોનમાં ઉપલબ્ધ નથી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here