એક્સેલમાં કર્સર ફેરવો-તમારી ઇચ્છા મુજબ

  એક્સેલમાં કામ કરતી વખતે, એરો કીની મદદથી કે માઉસની મદદથી આપણે કર્સરને ધારીએ તે સેલમાં લઈ જઈએ છીએ, પણ તમારો અનુભવ હશે કે એક સેલમાં ડેટા એન્ટર કી પ્રેસ કર્યા પછી કર્સર આપણા કંટ્રોલમાં રહેતું નથી. તે કોઈ એક નિશ્ચિત દિશામાં જ, પહેલા સેલ પછીના સેલમાં આગળ વધે છે – ખુશીની વાત એ છે કે આ દિશા આપણે નક્કી કરી શકીએ છીએ.

  સામાન્ય રીતે હાઇલાઇટેડ સેલ (એટલે કે જેમાં કર્સર હોય તે સેલ)માં કામ પૂરું થયા પછી એન્ટર કી પ્રેસ કરતાં એ સેલની નીચેનો સેલ હાઇલાઇટ થતો હોય છે અને કર્સર તેમાં પહોંચી જતું હોય છે.

  આપણે જ્યારે ઊભી કોલમમાં એક પછી એક સેલ કે રોમાં ડેટા એન્ટર કરવાનો હોય ત્યારે આ સગવડ ઉપયોગી છે પરંતુ જ્યારે આડી રોમાં એક પછી એક સેલ કે કોલમમાં ડેટા એન્ટર કરવાનો હોય ત્યારે એક સેલમાં ડેટા એન્ટર કર્યા પછી એન્ટર કી પ્રેસ કરતાં જો કર્સર તેની નીચેના સેલમાં ચાલ્યું જાય તો આપણે તેને ફરીથી ઉપરની રોમાં જમણી તરફના સેલમાં લાવવું પડે છે.

  એક્સેલમાં ઘણો બધો ડેટા એન્ટર કરવાનો હોય ત્યારે આટલો સમય બગડે એ પણ ન ચાલે.

  આના ઉપાય તરીકે આપણે, એન્ટર કી પ્રેસ કરતાં, આપણે ધારીએ તે દિશામાં કર્સર આગળ વધે તેવું સેટિંગ કરી શકીએ છીએ. આવું સેટિંગ કરવા માટે…

  Please Login to view this content. (Not a member? Join Today!)
  December-2017

  [display-posts tag=”070_december-2017″ display-posts posts_per_page=”200″]

  ક્લિક કરો, અંક જુઓ

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here