ભારતનાં એરપોર્ટ અને રેલવે સ્ટેશન્સ પર મફત વાઇ-ફાઇનો લાભ મળવા લાગ્યો છે એ રીતે હવે બસમાં પણ ફ્રી વાઇ-ફાઇ મળે તેવી શક્યતા છે.

એરટેલ કંપનીએ તેલંગણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના સાથમાં, હૈદ્રાબાદમાં ફરતી 115 લક્ઝરી એસી બસમાં પ્રવાસીઓને 4જી ડેટા કનેક્શન આપવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. પહેલા છ મહિના આ પ્રોજેક્ટ પાયલોડ મોડ પર ચાલશે. આ બસમાં પ્રવાસ કરતી કોઈ પણ વ્યક્તિ દિવસમાં એક વાર, પહેલી 20 મિનિટ સુધી ફ્રી વાઇ-ફાઇ ડેટા મેળવી શકશે. ત્યાર પછી રૂા. 25માં 100 એમબીથી શ‚રૂ થતા ડેટા પ્લાન ખરીદવાના રહેશે. આ વાઇ-ફાઇ ડેટાથી ઇન્ટરનેટ પર કોઈ પણ સાઇટ કે સર્વિસ એક્સેસ કરી શકાશે.

એરટેલે આ રીતે હોટેલ રૂમ બુકિંગ કંપની ઓયો રૂમ્સ અને કેબ કંપની ઉબેર સાથે પણ તેના કસ્ટમર્સને વાઇ-ફાઇ આપવા જોડાણ કર્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here