કોઈ પણ દેશનો ટાઇમ જુઓ ડેસ્કટોપ પર – ઇન્ટરનેટ વિના!

સગાસંબંધી કે મિત્રો વિદેશ રહેતા હોય અને આપણે તેમની સાથે વાત કરવા માગતા હોઈએ ત્યારે આ સવાલ અચૂક થાય કે અત્યારે ત્યાં કેટલા વાગ્યા હશે? તે ઓફિસે હશે કે ઘરે? તે જાગતા હશે કે નહીં? ઇન્ટરનેટ પર થોડાં ફાફાં મારવાથી જવાબ મળી જાય, પણ તેના સહેલા ઉપાય પણ છે!

આ માટે વિન્ડોઝમાં નીચે ટાસ્કબારમાં ડાબી બાજુ દેખાતી ઘડિયાળ પર રાઇટ ક્લિક કરી Adjust date/time ઓપ્શન પર ક્લિક કરો.

તેમાં Additional Clocks ઓપ્શનની નીચે Show this clock ઓપ્શનને સિલેક્ટ કરો અને બીજા દેશના જે શહેરનો ટાઇમ જોવા માગતા હો તે સિલેક્ટ કરી એપ્લાય કરો અને ત્યાર બાદ ઓકે કરો.

હવે નીચે ડાબી બાજુ ઘડિયાળ ઉપર ક્લિક કરશો એટલે આપણા સમયની ઘડીયાળની સાથે બીજા દેશના શહેરનો ટાઇમ બતાવતી ઘડિયાળ પણ જોવા મળશે.

મોબાઇલમાં પણ આ કામ સહેલું છે. તેમાં ક્લોકમાં જાઓ અને ત્યાં વિશ્વ કે લોકેશન જેવા આઇકન પર ક્લિક કરીને, બીજા દેશના પસંદગીના શહેર સામે ટિક કરી દો. પછી ગમે ત્યારે ક્લોક એપ ઓપન કરતાં, આપણા દેશ સાથે બીજા દેશના શહેરનો સમય પણ જોઈ શકાશે.

આ રીતે ઇન્ટરનેટ વિના પણ આપણે કોઈ પણ દેશનો ટાઇમ જોઈ શકીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here