ટેક્નોલોજીમાં કારકિર્દી બનાવવી હોય તો કયા કયા વિકલ્પો છે? કઈ પેટાલાઈન લેવી સારી? અત્યારે તો બરાબર, ભવિષ્યમાં કેવીક તકો રહેશે? આઇ.ટી.નું ક્ષેત્ર એટલું ઝડપથી બદલાતું રહે છે કે તેમાં કારકિર્દીને લગતા આવા બધા પ્રશ્ર્નો સતત વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવતા રહે છે. ભારત અને યુએસએમાં કાર્યરત આઇટી કંપની ‘ઇન્ડયુએસએ’ના આસિસ્ટન્ટ મેનેજર (એચઆર) રોશન રાવલે અહીં તેમના અનુભવના આધારે આઇ.ટી.ના એક ચોક્કસ ક્ષેત્રમાં કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન આપ્યું છે. વાચકો તેમના આ વિશેના સવાલો રોશનભાઈને કે ‘સાયબરસફર’ને મોકલી શકે છે. – સંપાદક
આગળ શું વાંચશો?
- કમ્પ્યુટર એન્જિનીયર બન્યા પછી પ્રોગ્રામિંગને બદલે ટેસ્ટિંગમાં જઈ શકાય? પ્રોગ્રામિંગ વધુ સારું નહિ?
- સોફ્ટવેર ટેસ્ટ એન્જિનિયર કેવી રીતે બની શકાય?
- ટેસ્ટિંગ માટે કોઈ સર્ટિફિકેટ લઈ શકાય? તેનાથી કારકિર્દીમાં કેટલો ફાયદો થાય?
- સોફ્ટવેર ટેસ્ટ એન્જિનિયર તરીકે તકો કેવી ઉપલબ્ધ છે? પગારધોરણ કેવાં હોય છે?