છેલ્લાં બેએક વર્ષથી એન્ગ્રીબર્ડનાં કેરેક્ટરે ધૂમ મચાવી છે. ટીશર્ટ, મોબાઇલનાં કવર, સ્કૂલ સ્ટેશનરીથી માંડીને રાખડી કે કેક સુદ્ધાં ઉપર પણ એન્ગ્રીબર્ડની ડિઝાઇન જોવા મળે છે. એન્ગ્રીબર્ડ એક કેરેક્ટર તરીકે સ્પાઇડર મેન, શીન્ચેન, ડોરેમોન, કે છોટા-ભીમ જેવાં કાર્ટૂન કેરેક્ટરને લોકપ્રિયતામાં તો પરાસ્ત કરી જ ચૂક્યું છે, વત્તા તે ૫થી ૩૫ વર્ષના વયજૂથમાં એક સરખું લોકપ્રિય છે. એન્ગ્રીબર્ડ એક ગેમ તરીકે ૫થી ૭૫ના વયજૂથમાં એક સરખી લોકપ્રિયતા ધરાવે છે એ પણ નોંધપાત્ર છે. કોઈ ગેમના કેરેક્ટરને આટલી લોકપ્રિયતા મળી હોય એવા દાખલા કદાચ કોઈ નથી.