ફોટો અપલોડ – ઇમેજ ડાઉનલોડ

વાત એમ હતી કે આ પર્સનલ ફોટાઓ ઋજુતાની મરજી વગર મુકાયા હતા. આ વાત ઋજુતાની એક બહેનપણીએ અચાનક એક વાર રાત્રે ફોન કરીને ઋજુતાને કહી.

ડોકટર, આ મારી દીકરી ઋજુતા છે. હવે અગિયારમા ધોરણમાં આવશે. એનું રિઝલ્ટ ૮૫ ટકા આવ્યું છતાં એ હમણાંથી કંઈક વિચિત્ર બિહેવિયર કરે છે. જરા વાતમાં એનો પિત્તો આસમાને પહોંચી જાય છે. ક્યારેક એકદમ મૂડલેસ ફરે છે. મોટેભાગે કોઈની સાથે બોલતી નથી. જમવાનું બરાબર જમતી નથી. દિવસે ઊંઘ્યા કરે છે અને રાત્રે ઉજાગરા કરે છે એને અત્યારે વેકેશન છે તો પણ સહેજ તો ‚ટિન વ્યવસ્થિત જોઈએ ને!!! મને ચિંતા થાય છે એને કોઈ માનસિક રોગ તો નહીં હોય ને? મીનાક્ષીબહેન રડતાં હતાં.

ઋજુતા સાથે કાઉન્સેલિંગ શરૂ થયું. એના બિહેવિયરની રજેરજ માહિતી લેવામાં આવી. એનું એનાલિસીસ થયું. માતાપિતા અને દીકરી વચ્ચે ખરેખર કોઈ પ્રોબ્લેમ જ નહોતો. એ ભણવામાં ખરેખર બ્રિલિયન્ટ હતી પણ એણે મહત્ત્વની સ્ફોટક વાત કરી.

દસમા ધોરણની છેલ્લી એક્ઝામમાં એક રવિ નામનો છોકરો એની પાછળની બેન્ચ ઉપર બેઠો હતો. ઋજુતામાંથી એ ચોરી કરીને પણ લખતો. ઋજુતા ચૂપ રહેતી. એને એમ કે માથાકૂટમાં કોણ પડે! ધીરે ધીરે એ રવિએ ફોન નંબર અને ઈ-મેઇલ આઈ.ડી. ઋજુતા સાથે એક્સચેન્જ કર્યા પછી તો હાય-હલ્લોથી શરૂ થયેલી ફ્રેન્ડશિપ ઇમોશનલ એટેચમેન્ટ સુધી પહોંચી ગઈ, પણ ફક્ત એક તરફી. ઋજુતાને એમ કે રવિ એનો ‘બેસ્ટ બડી’ છે. બંને જણ બહાર ફરવા જતાં થયાં. એકબીજાના ફોટા મોબાઇલ પર પાડ્યા. રવિ પાસે આટલી નાની ઉંમરમાં આઈ-ફોન હતો. એમાંથી ફોટા કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરી લીધા હત્ાા. પછી એણે એ જ ફોટોગ્રાસ ફેસબુક ઉપર મૂક્યા. બંને જણા સાથે કોફી પીતાં હોય, એકબીજાની નજીક બેઠેલાં હોય કે પર્સનલ ફોટા હોય… બધા જ ફેસબુક પર અપલોડ કરેલા હતા.

વાત એમ હતી કે આ પર્સનલ ફોટાઓ ઋજુતાની મરજી વગર મુકાયા હતા. આ વાત ઋજુતાની એક બહેનપણીએ અચાનક એક વાર રાત્રે ફોન કરીને ઋજુતાને કહી. વાત આટલેથી અટકતી નહોતી. ઋજુતા સાથેના એવા પણ ફોટોગ્રાફ હતા કે જે સામાન્યપણે કોઈ પણ માતાપિતા સાંખી ન લે.

મીનાક્ષીબહેન અને મયંકભાઈને -એટલે કે ઋજુતાના પપ્પાને- કમ્પ્યુટરનો બહુ પરિચય નહીં. એમાં ફેસબુક ત્ાો વળી ક્યાં આવે?!!! એમને પણ અચાનક ખબર પડી અને પછી તો ઘરમાં મહાભારત રચાઈ ગયું.

ઋજુતાના વર્તમાન પ્રોબ્લેમનું આ મુખ્ય કારણ હતું. ઋજુતાનું તો કાઉન્સેલિંગ થઈ ગયું.

અત્યારે સાઇબરજગતમાં ફોટોગ્રાફ્‌સની બહુ આસાનીથી આપ-લે થઈ શકે છે. લોકો પોતાના પિકચર્સ અથવા ફોટોગ્રાફ ઓન લાઇન શેર કરતા થઈ ગયા છે. અહીંયાં લોકો એક મહત્ત્વની બાબતના ચૂકી જાય છે. તે એ છે કે દરેક ફોટા શેર કરવા લાયક હોય જ એવું નથી. કેટલાક ફોટોગ્રાફ ઓફ લાઇન સ્ટોર કરવા લાયક હોય છે.

અપલોડ કરતાં પહેલાં જો વ્યક્તિ એક ક્ષણ માટે થોભીને એવો વિચાર કરે કે આ ફોટો હું અપલોડ કરીશ તો એનાથી કોઈ દુષ્પરિણામ તો નહીં આવે ને? હું જે ફોટોગ્રાફ ઓન લાઇન શેર કરું છું તેેનો ક્યારેક મિસયુઝ થવાની સંભાવના કેટલી? શું આ ફોટોગ્રાફ અપલોડ કરવો ખૂબ જરુરી છે? મારા મિત્ર કે અન્ય કોઈને મારે ફોટોગ્રાફ મોકલવો હોય તો એને પબ્લિક ‚ટથી મોકલવાની કોઈ જરૂર ખરી? અપલોડ માટે ક્લિક કરતાં પહેલાં એક ક્ષણ ઊભા રહીને આ બધા જ પ્રશ્નો વિચારી લેવા જરુરી છે.

હવે ત્ાો એમ્પ્લોઇને જોબ ઉપર રાખવા હોય તો પહેલા તેનું સ્ટેટ્સ અને બેકગ્રાઉન્ડ ઇન્ટરનેટ પર ચેક થાય છે. જો એમાં તમારા કોઈ વાંધાજનક ફોટોગ્રાફ્સ હોય તો જોબ ઉપર તેની નકારાત્મક અસર પડવાનું નક્કી માનજો. અમેરિકામાં અને અન્ય પાશ્ર્ચાત્ય દેશોમાં આવું ચેકિંગ હવે રૂટિન થઈ ગયું છે. એટલે લોકો ઓન લાઇન ઇમેજ કોન્સિયસ થઈ ગયા છે.

લોકો હવે લગ્ન માટે છોકરા કે છોકરીના બેકગ્રાઉન્ડનું ઓન લાઈન ચેકિંગ કરે છે. સહેજ પણ વાંધાજનક ફોટોગ્રાફ દેખાય તો આગળ વધતાં અટકી જાય છે. ઘણી વાર કોઈ એડિક્શનની માહિતી આવી રીતે મળે છે. લગ્નોત્સુક પાત્રને કેવા મિત્રો છે તેના પરથી તેના કેરેક્ટર વિશે પણ અંદાજ બાંધવામાં આવે છે. ક્યારેક ઓન લાઇન સ્ટેટ્સ અને વાસ્તવિકતામાં અંતર હોય તો નિ:શંકપણે સંબંધ આગળ વધતો નથી. આવુું માત્ર લગ્નમાં નહીં પણ અન્ય સંબંધોમાં પણ બનતું હોય છે.

મિત્રો, ઉતાવળમાં કે હરખઘેલા થઈને અપલોડ કરેલા ફોટોગ્રાફનો ક્યારે કેવો ઉપયોગ થશે તો સાઇબરવર્લ્ડમાં કહી શકાય નહીં. અહીંયાં સમસ્યા ઊભી થયા પછી ધમપછાડા કરવાને બદલે ક્લિક કરતાં પહેલાં સાવધાની રાખવી અનિવાર્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here