ઓછામાં ઘણું મેળવીએ!

 બહુ મોટો પ્રોબ્લેમ છે અતિરેક. માહિતીનો રીતસર વિસ્ફોટ સર્જ્યો છે ઇન્ટરનેટે ને પાછો એવો, જે સતત ચાલતો જ રહે છે! બધું વાંચવું કે જોવું બિલકુલ જરૂરી નથી, તેમ બિલકુલ ન વાંચવાથી કે જોવાથી પણ ચાલે તેવું નથી. તો કરવું શું?

 ઇન્ટરનેટ જ એનો ઉપાય આપે છે – રિયલી સિમ્પલ સિન્ડિકેશનના સ્વરુપમાં. આરએસએસ ફીડ એ તેના રીડર ઇન્ટરેનેટની આપણી મગમતી એક સાઇટ્સ પર સરળતાથી એને ઝડપી નજર રાખવાની સવલત આપે છે. એક વાર થોડો સમય કાઢીને તમારી પસંદ અનુસારની સાઇટ્સની ફીડ સબસ્ક્રાઇબ (ફ્રીમાં) કરી લો એ તો ફોલ્ડર યોગ્ય રીતે ગોઠવી લો તો રોજની ફક્ત ૧૫-૨૦ મિનિટમાં તમે  દુનિયાભરના તાજા ખબરઅંતર અને અન્ય વાંચનસામગ્રીથી અપડેટેડ રહી શકો છો. આ અંકમાં આપણને સૌને કામ લાગે એવી આ ટેક્નોલોજીના ઉપયોગ વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે. તમે તમારી લાઇબ્રેરી બનાવો અને ઉપયોગી લાગે તો તમારા અનુભવ જરૂર શેર કરશો.

આ અંકમાં, રોજિંદા વ્યવસાયમાંથી સમય કાઢીને પોતાને આવડે તે રીતે બીજાને ઉપયોગી થવા મથતા બે વિદેશી સજ્જનોની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે, એમની વાત આપણા શિક્ષકો અને વાલીઓને પણ પ્રેરણારૂપ થશે એવી આશા સાથે.

ઇન્ટરનેટ પર અન્ય ભાષાઓમાં જે વિષયવૈવિધ્ય છે એટલું હજી આપણી ભાષામાં જોવા મળતું નથી. તમને બ્લોગ બનાવવાનું મન થતું હોય, પણ વિષયો સૂઝતા ન હોય તો આ વખતના ‘બ્લોગલ ગુજરાતી’ તમને એક નહીં, અનેક દિશા બતાવી શકે તેમ છે!

અંક કેવો લાગ્યો એ ચોક્કસ જણાવશો!

– હિમાંશુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here