Home Web World Useful Web Services

Useful Web Services

રક્તદાન કરો ફેસબુકમાં!

તમારા કોઈ નજીકના સ્વજનને આકસ્મિક સ્થિતિમાં લોહીની જરૂર ઊભી થાય અને હોસ્પિટલમાં એમને જરૂરી બ્લડ ગ્રૂપનું લોહી ઉપલબ્ધ ન હોય ત્યારે એ ગ્રૂપના રક્તદાતા શોધવાનું કામ આપણી ઉપર આવી પડે છે. આવા સંજોગમાં સોશિયલ મીડિયા બહુ ઉપયોગી થઈ શકે છે. સામાન્ય રીતે ફેસબુક પર આપણા ફ્રેન્ડઝ કે વોટ્સએપ-હાઇક જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગની સર્વિસીઝમાં વિવિધ ગ્રૂપમાં આપણે લોહીની જરૂરિયાતનો મેસેજ મૂકીએ એ સાથે સંખ્યાબંધ લોકો સ્વૈચ્છાએ મદદ કરવાની તત્પરતા દર્શાવતા હોય છે. ફેસબુકે આ આખી વાતને જરા વધુ કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ઘણાં દેશોની જેમ ભારતમાં લોહીની...

ઓનલાઇન કોર્સમાં સ્કોલરશીપનો લાભ

છેલ્લા કેટલાય સમયથી વિશ્વની તમામ મોટી ટેકનોલોજી કંપનીઝને ભારતમાં ઊંડો રસ પડ્યો છે. દેખીતું છે, ભારત તેમના માટે એક બહુ મોટું માર્કેટ છે અને અહીં તેમનો વ્યાપ વિસ્તારવા માટે પૂરતી તકો છે. આમાં મહત્ત્વનું - અને આપણા સૌ માટે ફાયદાનું - પાસું એ છે કે ભારતમાં આ કંપનીઝનો ફેલાવો વધારવો હોય તો એમને ભારતીય યૂઝર્સ ઉપરાંત, ભારતને સમજતા હોય તેવા ડેવલપર્સની પણ જરૂર છે. જે ભારતીય યૂઝર્સને ગમે અને તેમને જરૂરી હોય તેવી વેબસાઇટ્સ અને એપ્સ ડેવલપ કરી શકે. આ કારણે પાછલાં કેટલાંક વર્ષોથી ગૂગલે...

ઇંગ્લિશ ગ્રામરની ગૂંચવણો ઉકેલો

તમે ઇંગ્લિશ ગ્રામર શીખવતી કોઈ વેબસાઇટ પર હો અને અને એ વેબસાઇટ તૈયાર કરનાર વ્યક્તિના કોન્ટેક્ટ પેજ પહોંચતાં, પહેલું જ વાક્ય એવું જોવા મળે કે "આ સાઇટ પર લખાણમાં તમને કોઈ ભૂલ દેખાય તો પ્લીઝ મને તેની પૂરી વિગતો સાથે મેઇલ કરજો... અને સાથે એવું પણ લખ્યું હોય કે "યસ, ભૂલ તો મારી પણ થાય છે તો તમને કેવું લાગે? યાદ રહે, એ વેબસાઇટ ઇંગ્લિશ ગ્રામર શીખવતી જ વેબસાઇટ છે! તમને એ સાઇટ પર વિશ્વાસ રહે? તમારો જવાબ શું છે એ તો ખબર નથી, પણ...

પરમાણુનો પરિચય કરવો છે?

એક્વેરિયમ’, ‘મ્યુઝિયમ’, ‘પ્લેનેટોરિયમ’... આ બધા શબ્દો તો આપણે સાંભળ્યા, સમજ્યા છે અને એનાં વાસ્તવિક સ્વરૂપ જોયાં પણ છે. પણ ‘મોલેક્યુલરિયમ’? એ વળી શું, એવો સવાલ થયો? આ અજાણ્યા શબ્દમાં એક શબ્દ થોડો જાણીતો લાગતો હશે - મોલેક્યુલ કે પછી મોલેક્યુલર. પાંચમા-છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને મોલેક્યુલનો અર્થ પૂછો તો અંગ્રેજીમાં એ કહે કે ‘ગ્રૂપ ઓફ એટમ્સ’ અને ગુજરાતી માધ્યમમાં હોય તો કદાચ ‘પદાર્થની વિભાજન પ્રક્રિયાથી થતો, તેનું રાસાયણિક રૂપ ગુમાવ્યા વિનાનો નાનામાં નાનો અંશ’ એવી મહા અઘરી વ્યાખ્યા પણ ઠપકારી દે. આપણા માટે મોલેક્યુલ એટલે પરમાણુ અને...

ભાષામાં ભળી એઆઇ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ... આ બધા શબ્દો હવે વારે વારે આપણી સાથે અથડાય છે. જે લોકો આ ટેક્નોલોજીસમાં ખાસ્સા ઊંડા ઊતર્યા છે એમના મતે આ ત્રણેય શબ્દોના અર્થ જુદા જુદા છે, પણ આપણા જેવા લોકો માટે આ બધું સરખું જ છે. આપણે એક મુદ્દો બરાબર સમજીએ છીએ કે આ એવી ટેકનોલોજી છે જેને કારણે ભવિષ્યમાં આપણી રોજીરોટી ખતરામાં મૂકાઈ શકે છે! સ્માર્ટફોનમાં ગૂગલની ઘણી બધી સર્વિસમાં આ નવા પ્રકારની ટેક્નોલોજીથી આપણું બ્રાઉઝિંગ, સર્ચિંગ, કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવાની રીત વગેરે બધું બદલાઈ રહ્યું છે, પણ...

લગ્ન પ્રસંગ હોય કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટ્રાય કરો ટ્રેલો

વિજ્ઞાનની દરેક બાબતોની જેમ ટેકનોલોજી પણ બેધારી તલવાર છે. એક તરફ વાતો થાય છે કે, સતત વિકસતી ટેકનોલોજી અને ઇન્ટરનેટને કારણે આપણું જીવન અત્યંત વ્યસ્ત બનતું જાય છે અને સ્વજનો સાથે થોડો હળવાશભર્યો સમય વિતાવવાની પણ આપણને ફૂરસદ મળતી નથી. બીજી તરફ એ જ ટેકનોલોજી આપણી પાસે જે પણ સમય છે તેનો વધુમાં વધુ સારી રીતે ઉપયોગ કરવાની સવલતો પણ આપણને પૂરી પાડે છે. ઇન્ટરનેટને કારણે હવે આપણા કામકાજની કોઈ ભૌતિક સીમાઓ રહી જ નથી. અમદાવાદ તો ઠીક ધોરાજી કે વીસનગરના કોઈ ખૂણામાં બેસીને આપણે અમેરિકા કે...

મોટી ફાઇલ મોકલવાનો નવો ઉપાય: ઇન્ટરનેટ પર હેવી ફાઇલ્સની ટ્રાન્સફર વધુ સલામત અને સરળ બની

આપણે ફેમિલી ફોટોગ્રાફ્સ કે ઓફિસની મહત્ત્વની ફાઇલ્સ અન્ય કોઈ વ્યક્તિને મોકલવી હોય ત્યારે સામાન્ય રીતે જીમેઇલ જેવી જૂની અને જાણીતી મેઈલ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણી ફાઇલ સાઇઝ ઘણી મોટી હોય તો આવી મેઇલ સર્વિસની મર્યાદા આવી જાય છે. જીમેઇલની વાત કરીએ તો તેમાં ૨૫ એમબીથી હેવી ફાઇલ્સ એટેચમેન્ટ તરીકે મોકલવી હોય તો જીમેઇલ તેને પહેલાં ગૂગલ ડ્રાઇવમાં અપલોડ કરે છે અને પછી તેની લિંક તરીકે સામેની પાર્ટીને મોકલે છે. આ કામ સરળ હોવા છતાં કેટલાક લોકોને ગૂંચવાડાભર્યું લાગે છે કારણ કે તેમાં એટેચમેન્ટની...

કમ્પ્યુટરમાંની ફાઇલ્સ અને ફોટોઝનો બેકઅપ હવે જરા વધુ સરળ બન્યો

ગયા મહિને ભારતના રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે એનડીએ દ્વારા રામનાથ કોવિંદની પોતાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે રામનાથ કોવિંદના પારિવારિક પ્રસંગમાં હાજરી આપી હતી એ ૨૦ વર્ષ જૂનો ફોટોગ્રાફ શોધી કાઢીને ટવીટર પર મૂક્યો! આજની સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં નરેન્દ્ર મોદી અને તેમની ટીમ તો જબરદસ્ત પાવરધી છે. પરંતુ તમે વિચાર કરી જુઓ કે તમારે આવી રીતે કોઈ ચોક્કસ વ્યક્તિ સાથેની તમારી ૨૦ વર્ષ જૂની તસવીર શોધવી હોય તો ધડાક કરતા તમે શોધી શકો ખરા?! વાત માત્ર ફોટોગ્રાફની નથી. આપણા રોજિંદા કામકાજની...

ગૂગલ ફીડ : આપણું મન પારખવાનો નવો રસ્તો

તમે ફેસબુક પર સાઇનઇન થાવ એ સાથે તમને શું દેખાય? તમે ફેસબુક પર જે લોકોને મિત્ર બનાવ્યા હોય એ સૌએ, પોતપોતાના મનની જે વાત સ્ટેટસ તરીકે મૂકી હોય એ તમને દેખાય. તમારા અસંખ્ય મિત્રોમાંથી કયા મિત્રનું સ્ટેટસ તમને પહેલાં બતાવવું એ ફેસબુક પોતાની રીતે નક્કી કરે છે એ જુદી વાત છે, પણ એક વાત નક્કી કે ફેસબુક આપણને, આપણા મિત્રોના રસની વાતો બતાવે છે. અચ્છા, આપણા પોતાના રસની વાતો જાણવી હોય તો? ગૂગલના મતે ‘આ દુનિયામાં તમારા જેવું બીજું કોઈ નથી.’ આપણા પરિવારના સભ્યો, સ્વજનો, મિત્રો...

અંગ્રેજી શીખવામાં ઉપયોગી ઈ-બુક્સ

અંગ્રેજી ભાષા પર તમારી પકડ કેવીક છે? તમે જે સ્તર પર હો તેનાથી ઊંચે પહોંચવું હોય તો ઇન્ટરનેટ પર તમને મદદરુપ થાય તેવી સંખ્યાબંધ સાઇટ્સ અને ફ્રી-ઈ-બુક્સ ઉપલબ્ધ છે. અહીં પહેલા ડોઝ તરીકે, ફક્ત ત્રણ ફ્રી ઈ-બુક્સની માહિતી આપી છે. ડાઉનલોડ કરો, વાંચો, વિચારો અને ગમે તો એવી બીજી બુક્સ શોધવા આગળ વધો! આગળ શું વાંચશો? સુધારીએ સામાન્ય ભૂલો બરાબર સમજીએ કેપિટલાઈઝેશન પરફેક્ટ બનીએ પંક્ચ્યુએશનમાં મનભરીને માણો મન્નાડે ભારખેમ ફાઈલ ટ્રાન્સફર કરો સહેલાઈથી સુધારીએ સામાન્ય ભૂલો અંગ્રેજી સારું આવડતું હોય તો પણ આપણે ઘણી વાર નાની નાની...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.