Google

મેપ્સમાં અંતર કેવી રીતે જોઈ શકાય?

આમ તો ગૂગલમાં નેવિગેશનમાં બે સ્થળ લખીએ એ સાથે ગૂગલ મેપ એક સ્થળથી બીજા સ્થળ સુધીના જુદા જુદા રસ્તા બતાવીને આપણે જે રસ્તો પસંદ કરીએ તે રસ્તો કેટલો લાંબો છે અને કારમાં કે ચાલતા કેટલો સમય લાગશે તે આપણને જણાવે છે. પરંતુ આપણે એવું રસ્તાનું અંતર માપવાને બદલે કોઈ પંખી એક સીધી લીટીમાં ઊડીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે તો તે કેટલું અંતર કાપે એ જાણવું હોય તો? એ માટે... ગૂગલ મેપ્સમાં કોઈ પણ સ્થળ સર્ચ કરો. નકશા પર એ સ્થળનું નામ દેખાશે અને તેનું સ્થાન...

ગૂગલ ફ્રી વાઇ-ફાઇ હવે શહેરોમાં પણ વિસ્તરશે

અત્યારે ભારતનાં ૨૨૭ સ્ટેશન પર ગૂગલ દ્વારા પબ્લિક વાઇ-ફાઇનો લાભ મળે છે (જુઓ અંક માર્ચ-૨૦૧૭). ૨૦૧૮માં આ સુવિધા હેઠળ ૪૦૦ જેટલાં સ્ટેશન્સને આવરી લેવામાં આવશે. ગયા વર્ષના અંત ભાગમાં યોજાયેલી ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં ગૂગલના ‘નેકસ્ટ બિલિયન યૂઝર્સ’ પ્રોજેક્ટના વાઇસ પ્રેસિડેન્ટે સી.સેનગુપ્તાએ જણાવ્યું હતું કે ગૂગલ હવે શહેરોમાં પણ ફ્રી વાઇ-ફાઇ સુવિધા શરૂ કરવાનું આયોજન કરે છે. આ ઉપરાંત ગૂગલના જણાવ્યા અનુસાર યુપીઆઈ આધારિત ગૂગલ તેઝ એપમાં ટૂંક સમયમાં આપણે વિવિધ પ્રકારનાં બિલનું પેમેન્ટ કરી શકીએ તેવી સુવિધા ઉમેરાઈ જશે. તેઝમાં અત્યારે ૭૦ જેટલી વિવિધ કંપની...

ફોટોગ્રાફીમાં નવા વિચાર લાવતા અનોખા ‘એપ્સપરિમેન્ટ્સ’!

આખી દુનિયામાં લગભગ બે અબજ લોકો પોતાના ખિસ્સામાં કેમેરા લઇને ફરે છે! એટલે જ તો હવે અગાઉ કરતાં ક્યાંય વધુ પ્રમાણમાં આપણી જિંદગીનું ફોટો ડોક્યુમેન્ટેશ વા લાગ્યું છે! આજકાલ નાની નાની વાતમાં સ્માર્ટફોનમાં કેમેરા એપ ઓપન કરીને ક્લિક ક્લિક કરવામાં આપણે પરોવાઇ જઈએ છીએ, પણ ફોટોગ્રાફી કેવી રીતે વિકસી અને એમાં કેવાં રસપ્રદ પરિવર્તનો આવી રહ્યાં છે એ મુદ્દા તરફ આપણું ભાગ્યે જ ધ્યાન જાય છે. ફોટોગ્રાફી શબ્દ છેક 1839ના વર્ષમાં જન્મ્યો. ગ્રીક ભાષામાં મૂળ ધરાવતા આ શબ્દનો અર્થ થાય છે પ્રકાશથી ચિત્રકામ! અત્યારે આપણે જેને...

મોબાઇલ ડેટા પ્લાન મેનેજ કરવામાં મદદ કરતી એપ

આપણા દેશમાં મોબાઇલ ઇન્ટરનેટ ડેટાની કિંમત રોજે રોજ ઘટી રહી છે અને તેનું મૂલ્ય રોજે રોજ વધી રહ્યું છે! રિલાયન્સ જિઓના આગમન પહેલાં આપણે ૧-૨ જીબીના ડેટા પ્લાનમાં આખો મહિનો ખેંચી નાખતા હતા અને હવે લગભગ એટલા જ ખર્ચમાં રોજના ૧-૨ જીબી જેટલો ડેટા મળે છે તોય ઓછો પડવા લાગ્યો છે. કારણ દેખીતું છે - મોબાઇલમાં ઇન્ટરનેટનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અને પરિણામોના  કવરેજ દરમિયાન તમે જોયું હશે કે વિવિધ ન્યૂઝ ચેનલ્સની અને અખબારોની મોબાઇલ વેબસાઇટ કે એપ ટીવીની હરીફાઇ કરવા લાગી...

ગૂગલ આપણી મંજૂરી વિના પણ જાણી શકે આપણું લોકેશન?

સ્માર્ટફોન આપણું લોકેશન ટ્રેક કરી શકે છે એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ આપણે સમજી વિચારીને લોકેશન સર્વિસ બંધ પછી પણ એ લોકેશન ટ્રેક કરી શકે? ક્વાર્ટઝ નામની એક મીડિયા કંપનીના અહેવાલ અનુસાર, એન્ડ્રોઇડ ફોનમાં લોકેશન સર્વિસ બંધ હોય તો પણ સોફ્ટવેર આપણા લોકેશન સંબંધિત ડેટા એકઠો કરે છે અને તેને નેટ કનેક્શન મળે ત્યારે તે ગૂગલને મોકલવામાં આવે છે! સાઇટના અહેવાલ મુજબ, આવું ૨૦૧૭ની શરૂઆતથી થઈ રહ્યું છે. તેણે ગૂગલનો સંપર્ક કરતાં ગૂગલના પ્રવક્તાએ આવું થવાનું કારણ આપતાં કહ્યું હતું કે ગૂગલ એન્ડ્રોઇડ ફોનમાં...

ક્લિક કર્યા વિના ફોટોગ્રાફી કરતો કેમેરા!

તમારી સાથે આવું થતું હશે - તમારી ઢીંગલી જેવી દીકરી પૂરી તલ્લીન થઈને એની ઢીંગલી સાથે કંઈક રમત રમી રહી હોય, તમને એના ફોટોગ્રાફ્સ લઈ લેવાનું મન થાય, તમે સ્માર્ટફોન લઈને તેની સામે ધરો એ સાથે તેની રમત અટકી જાય! અત્યાર સુધી જે કોઈ કેમેરા શોધાયા છે એ બધામાં આ તકલીફ છે - ફોટો લેનાર વ્યક્તિ કેમેરા ગોઠવે એ સાથે સામેની વ્યક્તિ તેની સહજતા ગુમાવી દે. હવે આપણને એક એવો કેમેરા મળ્યો છે, જેમાં આ તકલીફ નહીં રહે. આ કેમેરામાં ફોટોગ્રાફ ક્લિક કરવાનું શટર બટન...

ગૂગલ અર્થ પર કરો દાંડીકૂચ

દાંડીકૂચ. આ શબ્દ કાને પડતાં તમારા મનમાં કેવાં ચિત્રો કે વિચારો ઊભા થાય છે? અંગ્રેજોએ મીઠા સામે કંઈક કર વધાર્યો હતો એના વિરોધમાં ગાંધીજીએ આ કૂચ યોજી હતી એવી તમને આછી પાતળી સમજ હશે. પણ અંગ્રેજોએ ખરેખર કેટલો કર વધારો કર્યો હતો એ તમને ખબર છે? જો તમે રિચર્ડ એટનબરોની ક્લાસિક ‘ગાંધી’ ફિલ્મ જોઈ હશે તો તેમાં દાંડીકૂચનાં દૃશ્યો કદાચ તમને યાદ હશે. એ દૃશ્યોમાં પોતાના બીજા સહયાત્રીઓને રીતસર પાછળ રાખીને ગાંધીજી જે તીવ્ર વેગે ચાલતા હતા એ દૃશ્યો પણ કદાચ તમને યાદ આવશે. ગાંધીજીની ઝડપ એટલી...

ગૂગલ વોઇસ સર્ચમાં ગુજરાતી ભાષા ઉમેરાઈ

ગૂગલે એન્ડ્રોઈડ પર વોઇસ સર્ચની સુવિધામાં ૮ ભારતીય ભાષાઓ ઉમેરી છે, જેમાંની એક આપણી ગુજરાતી પણ છે!  તમારા એન્ડ્રોઇડમાં આ નવી સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકાશે એ વિશે વધુ જાણીશું થોડા સમયમાં. ત્યાં સુધી, ગૂગલ વોઇસ સર્ચ વિશે વધુ જાણો આ લેખોમાં - તમે ફોન સાથે વાત કરો છો? અને વોઇસ ઇનપૂટ સેટિંગ

ગૂગલ ફીડ : આપણું મન પારખવાનો નવો રસ્તો

તમે ફેસબુક પર સાઇનઇન થાવ એ સાથે તમને શું દેખાય? તમે ફેસબુક પર જે લોકોને મિત્ર બનાવ્યા હોય એ સૌએ, પોતપોતાના મનની જે વાત સ્ટેટસ તરીકે મૂકી હોય એ તમને દેખાય. તમારા અસંખ્ય મિત્રોમાંથી કયા મિત્રનું સ્ટેટસ તમને પહેલાં બતાવવું એ ફેસબુક પોતાની રીતે નક્કી કરે છે એ જુદી વાત છે, પણ એક વાત નક્કી કે ફેસબુક આપણને, આપણા મિત્રોના રસની વાતો બતાવે છે. અચ્છા, આપણા પોતાના રસની વાતો જાણવી હોય તો? ગૂગલના મતે ‘આ દુનિયામાં તમારા જેવું બીજું કોઈ નથી.’ આપણા પરિવારના સભ્યો, સ્વજનો, મિત્રો...

સરસ રીતે શોધો તો મળે સરસ પરિણામ

દરેક વાત માટે ગૂગલમાં સર્ચ કરી લેવું આસાન છે, પણ જો ધાર્યાં પરિણામ ઝડપી જોઈતાં હોય તો ગૂગલના સર્ચ એન્જિનમાં સમાયેલી કેટલીક ખાસ ખૂબીઓ જાણી લેવા જેવી છે. (સ્રોત : http://www.google.com/edu/
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.