Home Web World Amazing Web

Amazing Web

ચેન્નાઈના પૂરગ્રસ્ત વિસ્તારોનો નક્શો

ગયા મહિને ચેન્નાઈમાં અતિ ભારે વરસાદને પગલે આખું શહેર જળબંબાકાર થયું. ત્યારે શહેરના ચોક્કસ કેટલા ભાગમાં પાણી ભરાયાં હતાં એ જોવું હોય તો આપણે જોવો પડે આ નક્શો : http://osm-in.github.io/flood-map/chennai.html મેપબોક્સ નામની એક કંપની ઓપનસોર્સ ટેક્નોલોજીથી વિવિધ કંપનીઓને પોતાની એપ કે વેબસાઇટ માટે કસ્ટમાઇઝ્ડ મેપ્સ તૈયાર કરવાનાં સોલ્યુશન્સ આપે છે. મેપબોક્સમાં કાર્યરત અરુણ ગણેશ અને અરુણા શંકરનારાયણે ચેન્નાઈમાં પૂરને પગલે, પોતાનો અનુભ અને આવડત કામે લગાડ્યાં અને લોકો પોતે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોના લોકો જેને અપડેટ કરી શકે એવો નક્શો તૈયાર કર્યો. નક્શાનો મુખ્ય હેતુ, શહેરમાં ક્યાં ક્યાં...

વર્લ્ડ ટ્રીપ

વિશ્વનાં જુદાં જુદાં પ્રસિદ્ધ સ્થળોનો જરા જુદી રીતે પ્રવાસ ખેડવો છે? tripglimpse.com સાઇટ પર એક નક્શા પર વિવિધ સ્થળોનાં જોવાલાયક સ્થળોના વીડિયો જોવા મળશે. સાથે એ સ્થળ સંબંધિત વિકિપીડિયાનો લેખ તો ખરો જ!

બાળકોને જળચક્ર સમજાવતું વેબપેજ

ચોમાસુ એટલે કુદરતની કરામતને મન ભરીને માણવાની ઋતુ. એ સાથે ચોમાસુ આપણને જળચક્ર સમજવાની તક પણ પૂરી પાડે છે. આપણે સૌ ભણી ગયા છીએ અને જાણીએ છીએ કે ઉનાળામાં સમુદ્રનું પાણી ગરમ થઈ વરાળ બની આકાશમાં ઊંચે ચઢે છે, ત્યાં વરાળ ઠંડી પડીને વાદળામાં ફેરવાય છે અને સમુદ્ર પરથી જમીન તરફ વહેતા પવનો સાથે આ વાદળા જમીન પર આવી વરસાદ રૂપે વરસી પડે છે. આ સમગ્ર ચક્ર પરિવાર કે શાળાનાં બાળકોને સમજાવવું હોય તો આ એનિમેટેડ વેબપેજની મુલાકાત લેવા જેવી છે : https://www3.epa.gov/safewater/kids/flash/flash_watercycle.html એ સાથે પાણીનું...

કાગળની ખોટ પૂરી કરતું કેલ્ક્યુલેટર

ગણતરી કરતી વખતે સંખ્યા સાથે શાબ્દિક નોંધ પણ ટપકાવવી હોય તો... આંકડા સાથે તમને ઝાઝો પનારો હોય તો તમે લાંબા સમયથી કેલ્ક્યુલેટર અપનાવી લીધું હશે. જેમ સ્માર્ટફોન પર આપણી યાદશક્તિ ઘટાડવાનું આળ છે તેમ કેલ્ક્યુલેટર આપણી મનોમન ગણતરી કરવાની શક્તિ ઓછી કરતી હોવાનું કહેવાય છે, પણ આજના સમયમાં ફટાફટ ગણતરી કર્યા વિના કોઈને ચાલે તેમ નથી - રીત પછી ગમે તે હોય. પણ જો તમે કેલ્ક્યુલેટરનો સામાન્ય કરતાં વધુ ઉપયોગ કરતા હો તો સામાન્ય કેલ્ક્યુલેટરમાં તમને કેટલીક વાત ખૂટતી હોય એવું લાગતું હશે. જેમ કે, સાવ...

થ્રીલિંગ રાઇડના ‘જાતઅનુભવ’

વેકેશન પૂરું થવામાં છે, ક્યાંય ફરવા ન જઈ શકાયું હોય તો અહીં કુદરતસર્જિત અને માનવસર્જિત રોમાંચક સ્થળોના ફક્ત બે વીડિયો સેમ્પલ આપ્યાં છે. આ ફક્ત ઇશારો છે, તમારી ફુરસદે વર્ચ્યુઅલ ટુર કરવા માટે નીકળી પડો! તમે ક્યારેય કોંકણ રેલવેમાં મુંબઈથી ગોઆ-મેંગલોર તરફ પ્રવાસ કર્યો છે? જમણી તરફ અરબી સમુદ્ર અને ડાબી તરફ સહ્યાદ્રિની પર્વતમાળા વચ્ચે સંખ્યાબંધ બોગદાંમાંથી અને પૂલો પરથી પસાર થતી ટ્રેનમાં મુસાફરીનો આનંદ અવર્ણનીય છે, ખાસ કરીને ચોમાસામાં. ગોઆમાં ઉત્તર-દક્ષિણને જોડતી કોંકણે રેલવે ઉપરાંત, પશ્ચિમ- પૂર્વને સાંકલળી રેલવે લાઇન પણ છે. તેમાં પ્રવાસનું સૌથી...

ઘેરબેઠાં ગગનવિહારનો રોમાંચ માણવા, ગૂગલ અર્થમાં પ્લેન ઉડાડતાં શીખો

ગૂગલ અર્થ પ્રોગ્રામમાં તમે પૂરતાં ખાખાંખોળાં કરો, તો પૃથ્વીની કોઈ પણ જગ્યા પર જાતે પ્લેન ઉડાવવાનો અને નીચેની ધરતી જોવાનો રોમાંચ આપતી એક મજાની સગવડ તમારા ધ્યાનમાં આવી હશે. ન આવી હોય, તો જાણી લો અહીં! કલ્પના કરો કે અમદાવાદ એરપોર્ટના રનવે પર એક પ્લેન ટેક-ઓફ માટે રેડી છે. એરટ્રાફિક કંટ્રોલ ટાવર તરફથી ગ્રીન સિગ્નલ મળતાં, પાયલટ પ્લેનને રનવે પર દોડતું કરે છે. યોગ્ય સ્પીડ પકડાતાં, પાયલટના હળવા ઇશારે પ્લેનનો મોરો ઊંચો થાય છે અને પ્લેન હવામાં તરતું થઈ જાય છે. બારીમાંથી બહાર જોતાં, નીચે સાબરમતી...

ડ્રોનની આંખે જુઓ દુનિયા

નીચેની દરેક તસવીર કંઈક જુદી લાગે છે? આ દરેક તસવીર ડ્રોનની મદદથી લેવાયેલી તસવીરો છે! આ બધી અને આના જેવી બીજી તસવીરો જોવા માટે જુઓ આ લિંક : http://www.hongkiat.com/blog/aerial-photography/ ઉપરના વીડિયોમાં બીજિંગ શહેરના ખૂબસુરત પાસાંઓને ડ્રોનની મદદથી કેપ્ચર કરીને દર્શાવવામાં આવ્યાં છે, એ જોવાનું પણ ચૂકશો નહીં : https://youtu.be/A8I5Z01OKvw  

વિશ્વના સૌથી ઊંચા રેલવે પૂલનું નિર્માણ

ઉપરની તસવીર જોતાં જ સમજાય કે આ પૂલ ગજબ હશે! પહાડોની વચ્ચે વહેતી નદીની સપાટી પર આખો એફિલ ટાવર મૂકી દઈએ તો પણ તેની ટોચ જેને અડકે નહીં, એવો આ રેલવે પૂલ જ્યારે તૈયાર થશે ત્યારે તે વિશ્વનો સૌથી ઊંચો આર્ક પૂલ હશે. જ્યારે તૈયાર થશે ત્યારે. આમ લખવાનું કારણ એ કે આ પૂલ આવતા મહિને, માર્ચ ૨૦૧૬માં તૈયાર થઈને ભારતને ગૌરવ અપાવે તેમ હતો, પણ ભારતમાં મોટા ભાગના મેગા પ્રોજેક્ટ સાથે બને છે તેમ આ પૂલનું નિર્માણકાર્ય ઘોંચમાં પડ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ-ઉધમપુર-કટરા-અનંતનાગ-શ્રીનગર અને ત્યાંથી...

પૃથ્વીના કેન્દ્ર સુધીની સફર!

માણસ પોતાના માથા પર આકાશ અને અવકાશમાં ઘણે ઊંચે સુધી પહોંચ્યો છે, પણ પગ તળેની ધરતીનાં ઘણાં રહસ્યો હજી પણ વણઉકેલાયેલાં છે. બીબીસીએ સર્જેલું એક ઇન્ટરએક્ટિવ ઇન્ફોગ્રાફિક આપણને પૃથ્વીના કેન્દ્ર સુધી લઈ જાય છે. આપણે જમીન ખોદવાનું શરૂ કરીએ અને ખોદતા જ જઈએ તો પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી શકીએ? અને ત્યાંથી પણ આગળ ખોદતા રહીએ, તો પૃથ્વીના બીજા છેડા સુધી પહોંચી શકીએ? આ સવાલ જીવનના એક તબક્કે કાં તો તમને પોતાને થયો હશે અથવા તમે બીજા કોઈના મોંએ સાંભળ્યો હશે! માનવ આકાશ ઓળંગીને અવકાશ સુધી પહોંચ્યો...

ફાઇટર પ્લેનમાં એરશોની સફર

આ પ્રજાસત્તાક દિને, નવી દિલ્હીના રાજપથ પર યોજાનારી પરેડમાં, ભારતીય વાયુસેનાનો દિલધડક એરશો જોઈને, ‘આવા એરશો દરમિયાન ફાઇટર પ્લેનની કોકપીટમાં બેસવાનો અનુભવ કેવો હશે?’ એવો સવાલ તમને થયો હોય તો હવે આ સવાલનો જવાબ તમે મેળવી શકો છો. ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેનની કોકપીટમાં ખરેખર બેસવાનું ગૌરવ મેળવવા માટે તો આપણે અનેક આકરી કસોટીમાંથી પાર ઉતરવું પડે, પણ તમારું એ સપનું હોય જો જરા જુદી રીતે અને કાચું-પાકું પૂરું થઈ શકે છે. તમે અમેરિકન બ્લુ એન્જલ્સ સાથે હવાઈ મુસાફરી કરી શકો છો! અમેરિકન નેવીની ફ્લાઇટ ડેમોન્સ્ટ્રેશન સ્ક્વોડ્રન...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.