Home Social Media

Social Media

ફેસબુકનું ડેટા કૌભાંડ : શું બન્યું, કેમ બન્યું? અને હવે આપણે શું કરવું?

ઇન્ટરનેટને નેટ એટલે કે ગજબની અટપટી રીતે ગૂંથાયેલું જાળું કેમ કહે છે એ વધુ એક વાર, ગયા મહિને પ્રકાશમાં આવ્યું - આ વખતે દુનિયાભરના અસંખ્ય લોકોની ફેવરિટ સોશિયલ સાઇટ ફેસબુકને કારણે! ફેસબુકના યૂઝર્સનો ડેટા ચોરી થયો અને બનાવટી, ફેક ન્યૂઝનો મારો ચલાવીને, અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતાડવા માટે તેનો ઉપયોગ થયો. આવું કંઈ પહેલી વાર બન્યું નથી, પણ આ વખતે વાત સૌને દિવસરાત સ્પર્શતી ફેસબુકની હતી એટલે પ્રમાણમાં વધુ હોબાળો થયો. હવે આ બધી વાત રાજકારણના અખાડામાં ચાલી ગઈ...

ફેસબુકમાંની અંગત વિગતો તપાસો

ફેસબુકનો તમે ઉપયોગ તો કરો છો, પણ શા માટે કરો છો? એ સવાલનો જવાબ ક્યારેક શાંતિથી વિચારો. તમે વર્ષો જૂના ને સમયના વહેણમાં ખોવાઈ ગયેલા મિત્રોને ફરી મળવા માટે ફેસબુક પર સક્રિય છો, કોઈ વ્યવસાયિક હેતુથી સક્રિય છો કે પછી ખરેખર નજીકનાં સગાસંબંધી-મિત્રો સાથે જ સંપર્કમાં રહેવા માગો છો? આ સવાલોના આધારે, ફેસબુક પર તમારા પોતાના પ્રોફાઇલમાં કેટલી વિગતો આપવી તે તમે નક્કી કરસી શકશો. તમે પ્રોફાઇલમાં આપેલી ઘણી ખરી વિગતો ફેસબુક પર તમામ સમયે સૌ કોઈ જોઈ શકે છે. તમારા હોમપેજ...

ફેસબુકમાં શંકાસ્પદ થર્ડ પાર્ટી એપ્સ આ રીતે દૂર કરો

તમે જાણે અજાણે સંખ્યાબંધ ફેસબુક એપ્સને તમારો ફેસબુક ડેટા એક્સેસ કરવાની વર્ષોથી મંજૂરી આપી રાખી હશે અને આવી એપ્સમાં જતો આપણો ડેટા છેવટે ક્યાં જાય છે અને કેવી રીતે ઉપયોગ થાય છે તેની પરવા પણ કરી નહીં હોય. કમનસીબે ફેસબુક પોતાની પ્રાઈવસી પોલિસીમાં સતત ફેરફાર કરે છે અને પરિણામે આપણી પ્રાઇવસીને સંબંધિત ઘણાં પાસાનો સચોટ ટ્રેક રાખવો આપણે માટે મુશ્કેલ બની જાય છે. આમ છતાં, થર્ડ પાર્ટી એપ્સ શોધવી અને દૂર કરવી બહુ મુશ્કેલ નથી. એ માટે... ફેસબુકમાં લોગ-ઇન થયા પછી,...

ફેસબુકમાં જાહેરાતોને સંબંધિત સેટિંગ્સ તપાસો

ફેસબુકમાં જાહેરાતો એટલે ફેસબુક માટે સૌથી લાભદાયી અને આપણા માટે સૌથી નુક્સાનકારક પાસું! ફેસબુક પર આપણે આપણા વિશે જે કંઈ માહિતી મૂકી હોય, જે કંઈ પોસ્ટ કરી હોય અને બીજા લોકોની પોસ્ટ પર જે કંઈ એકશન લીધાં હોય તે બધું ધ્યાનમાં રાખીને ફેસબુક આપણને બીજા લોકોની કઈ પોસ્ટ વધુ પ્રમાણમાં બતાવવી તે નક્કી કરે છે અને તેની સાથોસાથ આ જ બધી વિગતોને આધારે આપણને કઈ જાહેરાત બતાવવી તે નક્કી થાય છે. આ વાત ઉદાહરણ આપીને સમજાવતાં ફેસબુક પોતે કહે છે...

ફેસબુકમાં લોકેશન સર્વિસ આ રીતે બંધ કરી શકાય

ફેસબુકમાંની સંખ્યાબંધ થર્ડ પાર્ટી એપ્સ જો આપણે લોકેશન સર્વિસ ઓન રાખી હોય તો સતત આપણું પગેરૂં દબાવી શકે છે. આપણે દિવસના કોઈ ચોક્કસ સમયે ક્યાંથી ક્યાં આવ્યા, આપણે ક્યાં રહીએ છીએ, આપણે ક્યાં કામ કરીએ છીએ, કઈ રેસ્ટોરન્ટસ કે મોલમાં આપણે વારંવાર આપણે જઇએ છીએ તે બધું જ આ એપ્સ જાણી શકે છે. ફેસબુક અને તેના પર જાહેરાત આપનારી કંપનીઝ માટે આ ડેટા મોટા ખજાના સમાન છે. તમારા એન્ડ્રોઇડમાં ફેસબુક માટે લોકેશન ટ્રેકિંગ બંધ કરવા માટે... મોબાઇલમાં ફેસબુક એપ ઓપન કરી...

ટવીટરમાં બુકમાર્ક્સની સગવડનો લાભ કઈ રીતે લેશો?

જો તમે ટવીટરનો નિયમિત ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે તેમાં લગભગ દરેક ટવીટ તમને ઇન્ટરનેટ પર અવનવી અનેક પ્રકારની માહિતી તરફ દોરી જઈ શકે છે. પરંતુ દર સેક્ધડે તમારા ટવીટર એકાઉન્ટમાં સતત નવી નવી ટવીટ્સ ઉમેરાતી જ જતી હોય તો એમાંથી કામની માહિતી સાચવી લેવાનું કામ કપરું બની શકે. એક રસ્તો એ થાય કે તમે ઉપયોગી લાગતી દરેક ટવીટમાંની લિંક પર ક્લિક કરો, તેમાંના વેબપેજ, વીડિયો, ફોટો વગેરે પર જાઓ અને ત્યાંથી તેને તમારી ફેવરિટ બુકમાર્કિંગ સર્વિસમાં...

ફેસબુક હવે નોકરી અપાવશે!

તમારો ઇન્ટરનેટ પરનો ઘણો ખરો સમય ફેસબુક પર પસાર થતો હોય તો તમારા માટે એક ખુશખબર છે. હવે તમે ફેસબુક પર જ નવી અથવા વધુ સારી નોકરી શોધી શકો છો. આમ તો, ઘણા લોકો પોતાના બિઝનેસ માટે ટેલેન્ટેડ લોકો શોધવા માટે ફેસબુકનો સહારો લે જ છે અને તેમની જરૂરિયાતો પોતાના બિઝનેસ પેજ પર કે પર્સનલ પ્રોફાઇલમાં પોસ્ટ સ્વરૂપે મૂકીને કામ ચલાવી છે. પરંતુ હવે આ કામ ફેસબુક પર જરા વધુ ફોર્મલ રીતે થઈ શકે છે. ફેસબુકે ગયા વર્ષે યુએસ અને કેનેડામાં...

આજે કોઈ ક્લિકની વાત કરવી નથી!

‘સાયબરસફર’ના આ અંતિમ પેજ પરથી જ મોટા ભાગે તમારી સાયબરસફરની શરૂઆત થતી હશે કેમ કે આ પેજ પર હંમેશા કોઈ અજાણી, અનોખી વાત કહેતા વેબપેજનો પરિચય કરાવવામાં આવે છે, પણ આજે આ પેજ પર કોઈ ક્લિકની વાત કરવી નથી! કારણ છે, વોટ્સએપ પર ફરતી થયેલી આ મજાક... "આવનારી પેઢીમાં મમ્મી બાળકોને કહેશે કે તમને મોટાં કરવા હું ૧૦-૧૦ કલાક ઓફલાઇન રહી છું... આજે સૌ કોઈ વોટ્સએપ, ફેસબુક, યુટ્યૂબ વગેરેમાં પરોવાયેલાં જોવા મળે છે ત્યારે આપણી આસપાસની દુનિયા કરતાં જરા મોટા...

આત્મહત્યા રોકવાના ફેસબુકના પ્રયાસ

ફેસબુક પર યૂઝર્સ જે કંઈ પોસ્ટ મૂકે છે તે ડેટાને આધારે એ વ્યક્તિ આત્મહત્યા કરવા તરફ પ્રેરાઈ રહી છે તેવાં કોઈ ચિહ્નોની એક પેટર્ન પારખવા વિશે ફેસબુકે અમેરિકામાં કેટલાક પ્રયોગો કર્યા હતા. આ પ્રયોગોમાં સફળતા મળ્યા પછી ફેસબુક આ નવી વ્યવસ્થાને અન્ય દેશોમાં અમલમાં મૂકવાનું આયોજન કરી રહી છે. ફેસબુકે આ વિશે ટેકનિકલ જાણકારી જાહેર કરી નથી પરંતુ એક શક્યતા અનુસાર ફેસબુકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એક પેટર્ન રેકગ્નેશન સોફ્ટવેર વિકસાવ્યું છે. આ આખી વાત સાદા શબ્દોમાં જોઇએ તો એવું કહી શકાય...

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? ફેસબુક ‘એમ’ને વિદાય વોટ્સએપ ફોર બિઝનેસ પેટીએમ ફોર બિઝનેસ હવે પ્લેનમાં પણ નેટ કનેક્ટિવિટી માઇક્રોસોફ્ટનું સ્ટુડન્ટ માટેનું લેપટોપ દરેક કોલેજમાં ફ્રી વાઇ-ફાઇ મળશે?! ફેસબુક ‘એમ’ને વિદાય બધી ટેક કંપનીઝ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સ પર મોટો મદાર બાંધી રહી છે. એપલમાં સિરી, વિન્ડોઝમાં કોર્ટના, ગૂગલમાં ગૂગલ આસિસ્ટન્ટ ધીમે ધીમે આપણે માટે ઉપયોગી બની રહ્યા છે. આ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આપણી સાથેની વાતચીતમાંથી અને તેની પાસે ઉપલબ્ધ ડેટામાંથી સતત નવું શીખી વધુ ને વધુ સ્માર્ટ બને છે. જિઓના સબસ્ક્રાઇબર્સ જાણતા હશે કે જિઓ...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.